23માર્ચ 1931 એ દિવસે ત્રણેય ક્રાંતિવીરો હસી રહ્યા હતા. એમને ફાંસી આપવાની હતી અને એમનાં ચહેરા પર સહેજ પણ ડર ડોકાતો ન્હોતો. ત્રણેય ક્રાંતિવીરોએ ફાંસીનાં ફંદાને ચૂમ્યો, હસ્યા અને દેશની આઝાદી માટે પોતાનાં જીવનને ન્યૌછાવર કરી દીધું.વીર શહિદ ભગતસિંહે ફાંસીનાં થોડા કલાકો પહેલા એમનાં એક સાથીદારને પત્ર લખેલો, પત્રમાં લખ્યું હતું કે-‘મને સ્વયં પર ખૂબ ગર્વ થાય છે. મારા મનમાં ફાંસીથી બચવા માટેની કદી કોઇ લાલચ આવી નથી. હું બહાદુરી પૂર્વક હસતા-હસતા ફાંસીએ ચઢી જઇશ તો હિન્દુસ્તાની માતાઓ પોતાનાં બાળકને ભગતસિંહ બનાવવાની ઇચ્છા કરશે અને દેશની આઝાદી માટે કુરબાની આપનારાઓની સંખ્યા વધી જશે !! મને હવે ખૂબ આતુરતાપૂર્વક અંતિમ પરીક્ષાની રાહ છે, ઈચ્છા છે કે તે વધુ ઝડપથી આવે.’અશ્રુભીની આંખે આ પત્ર વાંચ્યો અને આપણાં દેશની આઝાદી માટે હસતા-હસતા પોતાનાં પ્રાણની આહુતિ આપનારા વીર શહીદ ભગતસિંહ, સુખદેવજી અને રાજગુરૂજીને મનોમન કોટિ કોટિ વંદન કર્યા.આજે પણ એમનું જીવન યુવાનોને પ્રેરણા પૂરી પાડી રહ્યું છે.
જય હિંદ