અમેરિકામાં સ્ટોરમાં ઘૂસીને મહેસાણાના પટેલ પરિવારના સભ્યો પર ફાયરિંગ: પિતા પુત્રનું થયું મૃત્યુ
અમેરિકામાં ભારતીયો પર હુમલાની ઘટનાઓ યથાવત રહેતી જોવા મળી રહી છે. તાજેતરમાં, અમેરિકાના વર્જિનિયામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં મહેસાણા, ગુજરાતના વતની પિતા-પુત્રની ગોળી મારી હત્યા કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વર્જિનિયાના એકોમેક કાઉન્ટીમાં આ ઘટના બની હતી. મૃતકો મહેસાણાના કનોડા ગામના પટેલ પરિવારના સભ્યો હતા. તેઓ તેમના સ્ટોરમાં હાજર હતા, ત્યારે એક અશ્વેત શખ્સે સ્ટોરમાં પ્રવેશ કરી 56 વર્ષીય પિતા અને 24 વર્ષીય પુત્ર પર ગોળીબાર કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા. આ ઘટના બાદ સ્થાનિક સમુદાયમાં ગભરાટ અને શોક વ્યાપી ગયો છે.
હત્યા પછી તરત જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. જોકે, હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.
આ ઘટનાને પગલે અમેરિકામાં વસતા ભારતીય અને ગુજરાતી સમુદાયમાં ડર અને શોકની લાગણી જોવા મળી રહી છે. ગુજરાત અને ભારતમાં પણ આ સમાચારને લઈને લોકો દુઃખિત અને આક્રોશિત છે.
વિદેશમાં વસતા ભારતીયોને નિશાન બનાવતી આવી ઘટનાઓ ગંભીર ચિંતાનો વિષય છે. સુરક્ષા એજન્સીઓએ આ બાબતે તાકીદની પગલાં લેવા જોઈએ. આગળના કોઈપણ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.