World Happiness Report 2025: વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ એટલે કે વિશ્વના સૌથી ખુશહાલ દેશોની યાદી. વિશ્વના 10 સૌથી ખુશહાલ દેશોની યાદી જાહેર કરવામાં આવી છે. દર 20 માર્ચે વર્લ્ડ હેપ્પીનેસ ડેની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે વિશ્વના સૌથી ખુશહાલ દેશોની યાદી પણ જાહેર કરાઇ છે. તમે જાણીને ચોંકી જશો કે સૌથી ખુશહાલ દેશોની યાદીમાં સતત આઠમાં વર્ષે ફિનલેન્ડ પ્રથમ સ્થાને રહ્યું છે.
ટોપ-10 દેશોમાં કોને કોને સ્થાન?
વિશ્વના સૌથી ખુશહાલ ટોપ-10 દેશોની વાત કરીએ તો ફિનલેન્ડ બાદ ડેનમાર્ક, આઇસલેન્ડ, નોર્વે અને સ્વીડન પણ યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વનો સૌથી ધનિક અને સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પણ આ યાદીમાં સ્થાન મેળવી શક્યો નથી. જ્યારે ભારતને પણ આ યાદીમાં સ્થાન મળ્યું નથી. ગેલપના મેનેજિંગ ડિરેક્ટર ઇલાના રોન-લેવે જણાવ્યું હતું કે નોર્ડિક દેશોનું આ યાદીમાં ટોચ પર હોવું આશ્ચર્યજનક નથી કેમ કે જે દેશો તેમના રહેવાસીઓને સુવિધાઓ પૂરી પાડવામાં સફળ રહ્યા છે ત્યાં સ્થિરતા જોવા મળી છે.