હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવનાર ગીબલી સ્ટુડિયો સાયબર એક્સપર્ટે કહ્યું- ગમે તે પ્લેટફોર્મ પર માહિતી આપવાથી તમારો ડેટા ચોરાઈ શકે, AI પ્લેટફોર્મ પર ફોટો મૂકવો ખતરાની ઘંટી સમાન
હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવનાર ગીબલી સ્ટુડિયોમાં લોકો મન ફાવે તે પ્લેટફોર્મ પર પોતાના ફોટો અપલોડ કરી ઈમેજ બનાવી રહ્યા છે. પરંતુ તે જાણતા નથી કે, આનો AI તરીકે અપલોડ કરેલ ફોટો તમારા મોબાઇલના ડેટા અને તમને બરબાદ કરી સાયબર ફ્રોડ તરફ ઈશારો પણ કરી શકે છે. અત્યારે સાયબર ક્રાઈમ દ્વારા પણ ઓથેન્ટિક વેબસાઇટ કે એપ પરથી જ તેનો ઉપયોગ કરવા જણાવવામાં આવી રહ્યુ છે. ત્યારે આ સમગ્ર ટ્રેડિંગ વિશે સાયબર એક્સપર્ટ સાથે અમે જાણવાનો પ્રયાસ કર્યો કે, આના કારણે શું નુકસાન થઈ શકે અને શું સાવચેતી રાખવાની જરૂરિયાત છે. જાણો ગીબલી સ્ટુડિયો સોશિયલ મીડિયા ટ્રેન્ડ વિશે શું કહે છે એક્સપર્ટ.
આ અંગે સાયબર એક્સપર્ટ મયુર ભૂસાવળકરે જણાવ્યું હતું કે, હાયાઓ મિયાઝાકીએ જે આ ગીબલી સ્ટુડિયો શરૂ કર્યો હતો તે ઇટાલિયન નામ છે અને તેનો ગુજરાતી અર્થ થાય છે ગરમ પવન. એટલે કે હાયાઓ પોતે એવું નક્કી કરેલ કે, એનિમેશનની દુનિયામાં એક ટ્રેન્ડ બુમ સ્ટાર્ટ કરવું અને તેને લઇ આ ગીબલી સ્ટુડિયો સ્ટાર્ટ કર્યો હતો અને તે આજે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે અને ટ્રેડિંગમાં જઈ રહ્યું છે.
સાયબર એક્સપર્ટે કહ્યું કે, લોકો પોતાના પર્સનલ ડેટા અને પોતાના ફોટો જે તે પ્લેટફોર્મ પર અપલોડ કરી રહ્યા છે તે એક ચિંતાજનક બાબત છે કારણ કે તેઓ ત્યાની ટર્મ્સ એન્ડ કન્ડિશન બાબતે જાણતા નથી, આ ડેટાનો દૂર ઉપયોગ થઈ શકે છે. વધુમાં કહ્યું કે, આનાથી તમારો ડીપ ફેક વીડિયો બનાવી શકાય છે અને તમારા ચહેરાના એક્સપ્રેશનને ધ્યાનમાં રખાઈને વીડિયો બનાવી બદનામ કરી શકે છે. આ સાથે તમારી ફેક પ્રોફાઈલ બનાવી અને તેના માધ્યમથી લોકોને સર્ક્યુલેટ કરી અને લોકોને બદનામ કરવા. આ સાથે ગીબલી સ્ટાઇલ ફોટો કન્વર્ટ કરવા માટે ઘણા બધા સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર છે કે જેઓ પોતાની રીતે લીંક બનાવીને મૂકી રહ્યા છે પરંતુ ઘણા બધા યૂઝર પોતે લખી રહ્યા છે કે આ નથી થઈ રહ્યું.
વધુમાં જણાવ્યું કે, જ્યારે લોકો પોતાનો ફોટો અપલોડ કરી અને ત્યારબાદ તેઓ ડાઉનલોડ કરે છે ત્યારે કા તો ફોટો બનતો નથી અથવા તો અપલોડ થાય છે અને ડાઉનલોડ કરવાનું કહે છે ત્યારે તેની સાથે માલવેર પણ આવી શકે છે. આ બાબતની સાથે સાથે તમારા ફોટોની સાથે સાથે તમારો ડેટા પણ ચોરી થાય છે. એટલે આ માલવેરના કારણે મોબાઈલના માધ્યમથી આપણી સાથે બેન્કિંગ ડિટેલ પણ પણ લઈ લે અને ભવિષ્યમાં ફ્રોડની સંભાવનાઓ બની શકે છે.
વધુમાં કહ્યું કે, આ ટ્રેન્ડીંગની માહિતી જોતા તેની વધુ માહિતી ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ જોવા મળી રહી છે. આ ટ્રેન્ડિંગ પ્લેટફોર્મમાં દરેક પ્લેટફોર્મ પર તેને બ્રેક આઉટ જાહેર કરવામાં આવ્યું છે. એનાલિસિસ કરતા ખાસ કરીને ગુજરાતમાં રાજકોટ, સુરત, વડોદરા, આણંદ , વાપી અને અમદાવાદ આવી પબ્લિક કે જે ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ સર્ચ કરી રહી છે. પરંતુ હું એટલુંજ કહીશ કે એટલું ગાંડપણ ન હોવું જોઈએ કે આપણને નુકસાન થાય. ચેટ જીપીટી એપ છે જેમાં ડેટાની ઉપયોગ થવો તે અસંભવ છે છતાં પણ કોઈ પણ AI પ્લેટફોર્મ પર ફોટો મૂકવો ખતરાની ઘંટી સમાન છે.
સોશિયલ મીડિયા પર ઓનલાઇન પ્લેટફોર્મ પર ખાસ કરીને AIનો ઉપયોગ કરતા પ્લેટફોર્મ પર વ્યક્તિગત ફોટા અપલોડ કરવાથી હંમેશા જોખમ રહેલું જ હોય છે. ત્યારે કોઈ પણ પ્લેટફોર્મ પર અપલોડ કરેલા ડેટાને જાળવી શકે છે અથવા તેનો દુરુપયોગ કરી શકે છે. જો ઓછી પ્રતિષ્ઠિત એપ્લિકેશનો અથવા વેબસાઇટ્સ આ “ગીબલી-શૈલી” રૂપાંતરણો ઓફર કરે છે, તો તેઓ દૂષિત હેતુઓ માટે વપરાશકર્તા ડેટા એકત્રિત કરી શકે છે.
- આ ટ્રેડિંગ સાથે સ્કેમર્સ સોશિયલ મીડિયા પર નકલી પ્રોફાઇલ અથવા વ્યક્તિત્વ બનાવવા માટે AI-જનરેટેડ ગીબલી-શૈલીની છબીઓનો ઉપયોગ કરી શકે છે.
- આ નકલી પ્રોફાઇલ્સનો ઉપયોગ પીડિતો સાથે વિશ્વાસ બનાવવા અને ફિશિંગ હુમલાઓ અથવા અન્ય પ્રકારના સામાજિક એન્જિનિયરિંગ કરવા માટે તેનો ઉપયોગ કરી શકે છે.
આ સ્થિતિમાં સ્કીમર્સ નકલી એપ્લિકેશનો અથવા વેબસાઇટ્સ બનાવી શકે છે જે ” ગીબલી-શૈલી” ફોટો રૂપાંતરણ ઓફર કરે છે, પરંતુ વાસ્તવમાં માલવેરનું વિતરણ કરે છે. જે વપરાશકર્તાઓ આ એપ્લિકેશનો ડાઉનલોડ કરે છે અથવા આ વેબસાઇટ્સની મુલાકાત લે છે તેઓ અજાણતાં તેમના ઉપકરણોને વાયરસ અથવા અન્ય હાનિકારક સોફ્ટવેરથી સંક્રમિત કરી શકે છે.
આ પ્રકારે ઈમેજ અપલોડ કરવો તે કલાત્મક શૈલીઓનું પુનરાવર્તન કરવા માટે AIનો ઉપયોગ નોંધપાત્ર કૉપિરાઇટ અને બૌદ્ધિક સંપદા સંબંધિત ચિંતાઓ ઉભી કરે છે. કલાકારો અને સ્ટુડિયો પાસે પરવાનગી વિના તેમની શૈલીઓના ઉપયોગને પડકારવા માટે કાનૂની આધાર હોઈ શકે છે, જે કાનૂની વિવાદો અને નાણાકીય નુકસાન તરફ દોરી શકે છે.
જો કે હાલનો ટ્રેન્ડ સ્ટાઇલ ટ્રાન્સફર વિશે વધુ છે, પરંતુ તેમાં રહેલી ટેકનોલોજીનો ઉપયોગ ડીપફેક્સ બનાવવા માટે થઈ શકે છે. મતલબ કે લોકોના ચહેરાઓને સંમતિ વિના એનિમેટેડ દ્રશ્યોમાં મૂકી શકાય છે. આનો ઉપયોગ દુર્ભાવનાપૂર્ણ હેતુઓ માટે થઈ શકે છે.
ધ્યાનમાં રાખવાની બાબતો
- કોઈપણ ઓનલાઈન પ્લેટફોર્મ પર વ્યક્તિગત ફોટા અપલોડ કરતી વખતે વપરાશકર્તાઓએ સાવધાની રાખવી જોઈએ.
- વિશ્વસનીય સ્ત્રોતોમાંથી પ્રતિષ્ઠિત એપ્લિકેશનો અને વેબસાઇટ્સનો ઉપયોગ કરવો આવશ્યક છે.
- “ગીબલી-શૈલી” ફોટો રૂપાંતરણો સંબંધિત શંકાસ્પદ લિંક્સ અથવા ઑફર્સથી સાવચેત રહો.
- AIના સતત વિકસતા સ્વભાવ અને તેના સંભવિત દુરુપયોગથી વાકેફ રહેવું મહત્વપૂર્ણ છે.
સોશિયલ મીડિયા પર ચાલી રહેલ ટ્રેન્ડીંગ જ્યારે “ગીબલી-શૈલી” ફોટો કન્વર્ઝન ટ્રેન્ડ પોતે મનોરંજક હોઈ શકે છે, ત્યારે સંભવિત જોખમોથી વાકેફ રહેવું અને તમારા વ્યક્તિગત ડેટા અને ઑનલાઇન સુરક્ષાને સુરક્ષિત રાખવા માટે પગલાં લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્ટુડિયો ગીબલીના સ્થાપક હાયાઓ મિયાઝાકીએ “ગીબલી” નામ પસંદ કર્યું કારણ કે તેઓ ઇચ્છતા હતા કે સ્ટુડિયો એનિમે ઉદ્યોગમાં એક નવો પવન ફૂંકે. આ શબ્દ પ્રખ્યાત જાપાનીઝ એનિમેશન સ્ટુડિયોનું નામ “ગીબલી” ઇટાલિયન ભાષામાંથી આવ્યું છે, ખાસ કરીને ઇટાલિયન નામ “ગીબલી” પરથી તેનો અર્થ થાય છે ગરમ રણ પવન માટે લિબિયન અરબી શબ્દ પરથી આવ્યો છે.