આણંદ મહાનગરપાલિકાને માત્ર બે દિવસમાં 25.50 લાખની આવક, નગરજનોએ સારો પ્રતિસાદ આપ્યો
આણંદ મહાનગરપાલિકાએ નગરજનોની સુવિધા માટે 31 માર્ચ સુધી રજાના દિવસોએ પણ ટેક્સ વિભાગની કચેરી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
૧૬ માર્ચના રવિવારે અને ૧૭ માર્ચના સોમવારે નગરજનોએ સારો પ્રતિસાદ આપ્યો છે. માત્ર આ બે દિવસમાં મહાનગરપાલિકાને રૂપિયા ૨૫.૫૦ લાખની મિલકત વેરાની આવક પ્રાપ્ત થઈ છે. મહાનગરપાલિકાએ નગરજનોને જણાવ્યું છે કે ૩૧ માર્ચ સુધી રજાના દિવસોએ પણ ટેક્સ વિભાગની કચેરી સવારે ૧૧થી બપોરના ૪ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. જે નાગરિકોનો મિલકત વેરો બાકી છે, તેમણે આ સમયગાળામાં વેરો ભરી દેવા અપીલ કરવામાં આવી છે.