બીએસસી એમસીના એક જ વિષયના વિદ્યાર્થીઓને ફેલ કરાતા હોવાનો વિદ્યાર્થિનીઓ અને એબીવીપીનો આક્ષેપ
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં 17 માર્ચે અખિલ વિદ્યાર્થી પરિષદ તથા યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ દ્વારા વારંવાર ફેઇલ કરાતા હોવાના આક્ષેપ સાથે પરીક્ષા વિભાગના હેડને રજૂઆત કરાઇ હતી.
સરદાર પટેલ યુનિવર્સિટી કોઈને કોઈ વિવાદને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં બીએસસી એમએસસી માઇક્રોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ દ્વારા આક્ષેપ કરાયો હતો કે તેઓ પરીક્ષામાં સારી રીતે લખતા હોવા છતાં વારંવાર નાપાસ કરવામાં આવે છે. ઓછા ગુણ આપે તો પણ સમજ્યા પરંતુ 0 ગુણ મૂકાતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જે અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા પણ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. વિદ્યાર્થીઓ તથા એબીવીપી દ્વારા ડેપ્યુટી રજીસ્ટ્રારને મળી ઉત્તરવહી ચકાસવા અંગે આરોપ લગાવ્યો હતો. જ્યારે ડેપ્યુટી રજિસ્ટ્રાર બિરજ પટેલે આ આરોપોને રદિયો આપ્યો છે.
ફરીવાર મહેનત કરી પરીક્ષા આપી તો પણ 0 ગુણ મૂક્યા
જે લોકો પેપર ચકાસવા બેસે છે તેઓ ઘરેથી નક્કી કારીને જ આવે છે કે આ લોકો એનસી વાળા છે એટલ;એ પાસ થવાના નથી. માઇક્રોમાં એક જ એનસી હતી એક વાર ભૂલ હોય પરંતુ ફરીવાર પરીક્ષા આપી મહેનત કરી તો પણ તપાસનાર 0 ગુણ આપે છે. 50માંથી 20તો ગુણ આવે એટલું લખ્યું જ હોય છે. -જિનલ છાસટિયા
પરીક્ષા આપવા છતાં ત્રણ ત્રણ વર્ષ સુધી પાસ નથી કરતાં
વારંવાર પેપરમાં એનસઈ આપવામાં આવે છે તે અંગે અમે રજૂઆત કરવા આવ્યા હતા. અમને ન્યાય મળવો જોઈએ, વધારાના માર્કસ મથી જોઈતા પરંતુ અમને પાસ કરે. એક ગુણ વધુ નહીં એક ગુણ ઓછો નહીં પરંતુ વારંવાર એનસી આપીને અમારું ભવિષ્ય અને પૈસા ન બગાડો. -રુત્વા કાછિયા પટેલ