સ્વચ્છતાની મોટી મોટી વાતો: પરંતુ હકીકતમાં સફાઇમાં મનપા ઊણી ઉતરી રહી છે
આણંદ જૂના બસ સ્ટેન્ડ પાછળના ભાગે આવેલા રોડ પર કચરાના ઢગ જોવા મળ્યા. આ કચરાના ઢગમાંથી નીકળતી દુર્ગંધને લઈને ત્યાંથી પસારથતાં વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શું આણંદ મનપાને કચરાના ઢગ દેખાતા નથી તેવા પ્રશ્નો રાહદારીઓમાં ઊભા થઈ રહ્યા છે. ત્યારે આણંદ મનપા સ્વચ્છતાને લઈને મોટી મોટી વાતો કરે છે અને કામગીરી કઈ જ કરતી નથી તેમ લાગી રહ્યુ છે. અને આણંદ મનપા દ્વારા ડોર ટુ ડોરની કામગીરી કરવામાં આવી છે તે ખૂબ જ સારી વાત છે પરંતુ આણંદ મનપાને રસ્તા ઉપર પડેલા કચરા ઢગ કેમ દેખાતા નથી.
આણંદ મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર મિલિન્દ બાપના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે આણંદને સ્વચ્છ બનાવવા પ્રયત્નો હાથ ધરાશે. ત્યારે દ્વારા ડોર ટુ ડોરની કામગીરી માટે ઘણી ગાડીઓને લીલી ઝંડી તો અપાઈ પરંતુ આણંદના વિવિધ વિસ્તારમાં જે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે તેનો નિકાલ અને સફાઇ કારવમાં મનપા ઊણી ઉતરી છે. કોણ જાણે કેમ આણંદના મહત્વના વિસ્તારમાં ગંદકી જ ગંદકી છે. જૂના બસ સ્ટેન્ડ પાછળ, ન્યુ વલ્લભ વિદ્યાનગર જતાં જીઆઈડીસી પાસેના રોડ પર, સલાટિયા વિસ્તાર, લાંભવેલ કેનાલ ખાતે પણ કચરો અને ગંદકી જોવા મળે છે જેના કારણે રાહદારીઓ વાહન ચાલકો રહીશો અને તમામ પસાર થતાં લોકોને દુર્ગંધથી માથું ફાટી જે છે. ઉપરાંત આવી ગંદકીથી રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સતાવી રહ્યો છે.