સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની એક હૃદયસ્પર્શી માનવતા સામે આવી છે. પૈસાને અભાવે ભણી ન શકનાર એક વિદ્યાર્થીનીને મોટી સંસ્થામાં એડમિશન અપાવ્યું હતું.
દલિત વિદ્યાર્થીને આઈઆઈટીમાં એડમિશન અપાવ્યું
‘ટેલેન્ટ નકામી ન થવી જોઈએ’, આ ટીપ્પણી સુપ્રીમ કોર્ટે એક દલિત વિદ્યાર્થીનીને આઈઆઈટીમાં એડમિશન અપાવતી વખતે કરી હતી. હકીકતમાં ઝારખંડના ધનબાદમાં અતુલ કુમાર નામના એક દલિત વિદ્યાર્થી ફીને અભાવે ધનબાદની આઈઆઈટીમાં પ્રવેશ લઈ શક્યો નહોતો. છેલ્લી તારીખે તે ફી ન ભરી શકતાં આઈઆઈટીમાંથી તેનું પત્તુ કપાયું હતું અને આખરે દેશની ટોચની કોર્ટ સુપ્રીમ કોર્ટે તેને ન્યાય અપાવ્યો અને છેલ્લી તારીખ પૂરી થયા બાદ પણ આઈઆઈટીને અતુલ કુમારને એડમિશન આપવો મોટો ઓર્ડર આપ્યો હતો.
શું હતો મામલો
દલિત વિદ્યાર્થી અતુલ કુમારને ઝારખંડના ધનબાદની પ્રતિષ્ઠિત IITમાં ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગ બી ટેક કોર્ષમાં પ્રવેશ લેવાનો હતો પરંતુ તેની પાસે 17,500ની ફી નહોતી, તેના મજૂર પિતાએ ફી ભેગી કરવાના ઘણા પ્રયાસો કર્યાં પરંતુ છેલ્લી તારીખ સુધી તેઓ પૈસાની વ્યવસ્થા ન કરી શક્યા અને આ રીતે અતુલ એડમિશન ચૂકી ગયો. આ પછી તેને પિતાએ SC/ST કમિશન, ઝારખંડ અને મદ્રાસ હાઈકોર્ટના ચક્કર લગાવ્યા હતા અને સરવાળે કંઈ ન થતાં સુપ્રીમ કોર્ટનો સંપર્ક સાધ્યો હતો.