મહારાષ્ટ્રમાં ભાજપ જ મોટો ભાઈ; સંજય રાઉતે કહ્યું- કંઈક તો ગડબડ છે

વારે 10.30 વાગ્યા પછી ભાજપ ગઠબંધનના વલણો એકતરફી જીત તરફ આવ્યા હતા. તેને 200થી વધુ બેઠકો મળતી જણાય છે

મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો પર સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલુ છે. પહેલા બે કલાકમાં મહાયુતિ (MU) અને મહાવિકાસ આઘાડી (MVA) વચ્ચે લડાઈ થઈ હતી, પરંતુ અઢી કલાક પછી એટલે કે સવારે 10.30 વાગ્યા પછી ભાજપ ગઠબંધનના વલણો એકતરફી જીત તરફ આવ્યા હતા. તેને 200થી વધુ બેઠકો મળતી જણાય છે.

બીજી તરફ કોંગ્રેસ ગઠબંધન પાછળ રહી ગયું છે. તેઓ 55 સીટો પર આગળ ચાલી રહ્યા છે. ભાજપે 149 બેઠકો પર ચૂંટણી લડી હતી. તેમાંથી ભાજપ 127 સીટો પર આગળ છે, એટલે કે ભાજપ 86% સીટો પર આગળ છે. CM એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ અજિત પવાર લીડ કરી રહ્યા છે. નાગપુર દક્ષિણ-પશ્ચિમ બેઠક પરથી દેવેન્દ્ર ફડણવીસ 7000થી વધુ મતોથી આગળ છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે કંઈક ગડબડ છે. આ જનતાનો નિર્ણય નથી.

Advertisement

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement