અમદાવાદમાં કોરોનાથી વધુ એક યુવતીનું મોત, મૃત્યુઆંક 3 પર પહોંચ્યો
અમદાવાદમાં દિનપ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે કોરોનાથી વધુ એક યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં રહેતી 20 વર્ષીય યુવતીને કોરોના થયો હતો જે બાદ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જેથી અમદાવાદમાં કોરોનાના કારણે મૃત્યુ આંક વધીને ત્રણ થઈ ગયો છે અને ત્રણેય મૃતક મહિલા છે. અમદાવાદમાં આજે (4 જૂન) કોરોનાના કુલ 71 કેસ નોંધાયા છે અને 30 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
ગુજરાતમાં ધીમે-ધીમે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગતરોજ (3 જૂન) રાજ્યમાં નવા 108 કેસ નોંધાયા હતાં. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 461 પર પહોંચી છે. જેમાં 20 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 441 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 43 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આરોગ્ય વિભાગની માહિતી અનુસાર કોરોનાના કારણે એકનું મોત નીપજ્યું છે.