Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

આણંદ નજીક બુટલેગરની કાર છોડી ભાગી છૂટ, 86 હજારનો દારૂ જપ્ત

આણંદ નજીક બુટલેગરની કાર છોડી ભાગી છૂટ, 86 હજારનો દારૂ જપ્ત

આણંદ પાસેના ખાનપુર મોટી નહેર તરફ પોલીસે બાતમીના આધારે કારનો પીછો કર્યો હતો. જેમાં કારને પોલીસે નહેર સ્થિત વાલોડી સીમ વિસ્તારમાં નાળા પાસે બિનવારસી મુકી બુટલેગર ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા 86 હજારનો દારૂ મળી આવ્યો હતો.

આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ખંભોળજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સિલ્વર રંગની એક્સયુવીમાં એક શખસ વિદેશી દારૂ લઈને આવવાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. કાર વ્હેરાખાડી તરથી સારસા ચોકડી તરફ આવતા જ પોલીસે કાર ચાલકને ગાડી ઉભી રાખવા ઈશારો કર્યો હતો. પરંતુ શખસે કાર પુરપાટ હંકારી મુકી હતી.

કારને સારસા ગામમાંથી બહાર કાઢી સારસા ખાનપુર મોટી નહેર પાસે આવેલા વાલોડી સીમ વિસ્તારમાં દાજીવાળા નાળા પાસે કાર બિનવારસી મુકી શખસ ફરાર થઈ ગયો હતો. બીજી તરફ પોલીસ પીછો કર્યો હતો, પરંતુ તે પકડાયો નહોતો. પોલીસે કારમાં તપાસ કરતા અલગ-અલગ બનાવટનો રૂપિયા 86 હજારની કિંમતનો વિદેશી દારૂ મળ્યો હતો. પોલીસે દારૂ તથા કાર મળી કુલ રૂપિયા 2.86 લાખની મતા કબજે કરી ફરાર શખસને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement