અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, 21-26 મે વચ્ચે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી
અરબ સાગરમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે 21થી 26 મે સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.ચરોતરમાં આગામી બે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વર્તાઇ રહી છે.આગામી બે દિવસ બાદ અરબ સાગરમાં સર્જાયેલું લોપ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થાય એવી સંભાવના વ્યક્ત કરી છે.જેની અસર વર્તાય તો કેટલાંક તાલુકામાં મધ્યમ માવઠા થવાની સંભાવના છે.
આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર મે માસમાં પ્રથમ વખત બુધવારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી પહોંચ્યું છે.તેમજ ભેજનું પ્રમાણ વધુ રહેતા મોડીરાત સુધી ગરમી સાથે બફરા અનુભવાય છે. જો કે ગુરૂવારથી વાદળો આવનજાવન વધશે જેના કારણે મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. સામાન્ય વરસાદ પડવાની શક્યતા હોવાથી ખેડૂતોએ હાલ ડાંગર,બાજરી સહિતના પાકને કાપીને સુરક્ષિત જગ્યાએ મુકી દેવા કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે