Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

આણંદના મોગર ગામમાં ત્રણ સ્થળે ઝડપાઈ ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી

આણંદના મોગર ગામમાં ત્રણ સ્થળે ઝડપાઈ ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી

આણંદ : આણંદના મોગર ગામમાં ત્રણ સ્થળે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ ઝડપાઈ હતી. એલસીબી પોલીસના દરોડામાં ૮૫ લિટર દેશી દારૂ, ૧,૭૫૦ લિટર વૉશ સાથે ત્રણ મહિલા બુટલેગર ઝડપાઈ હતી.

આણંદ એલસીબી પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મોગર ગામે દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હતી. ત્યારે મોગર ગામે બાપા સીતારામ મંદિર પાછળના વિસ્તારમાં ત્રણ જગ્યાએ દરોડો પાડતા દેશી દારૂની ચાલુ ભઠ્ઠી તથા દેશી દારૂ ૮૫ લિટર, દેશી દારૂ બનાવવાનો વૉશ ૧,૭૫૦ લિટર મળી આવ્યો હતો. સ્થળ પર હાજર મહિલાઓની પૂછપરછ કરતા કમળાબેન ભગાભાઈ મોતીભાઈ તળપદા, મંજુલાબેન રમેશભાઈ મોતીભાઈ તળપદા તથા મંગુબેન રાજુભાઈ મંગળભાઈ તળપદા હોવાનું જણાવવા સાથે ભઠ્ઠીઓ પોતાની હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કેરબાઓમાં ભરેલા રૂા. ૧૭ હજારના ૮૫ લિટર દેશી દારૂ, લોખંડના પીપમાં ભરેલા રૂા. ૪૩,૭૫૦ના ૧,૭૫૦ લિટર વૉશ તેમજ દારૂ ગાળવાના અન્ય સાધનો મળી રૂા. ૬૧ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે મહિલા વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. 

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement