સુણાવ-કાસોર માર્ગ માટે રાહતની આશા: રોડ પહોળો કરવાની દરખાસ્ત રૂબરૂ
કાસોર સુણાવ સિંગલ પટ્ટીના રોડને પહોળો કરવાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે.પેટલાદ તાલુકાના સુણાવ ગામને સોજીત્રા તાલુકાાા કાસોર ગામને જોડતો ૩ કિ.મી.નો રસ્તો સિંગલપટ્ટીનો છે. આ માર્ગ ઉપર ૪૦૦ કેવી સબ સ્ટેશન અને ખાનગી કંપનીઓ આવેલ હોઈ માર્ગ ઉપરથી અવારનવાર ભારે વાહનો પસાર થાય છે. વળી પેટલાદથી વસો તરફનો અને પેટલાદથી રામોલ તરફનો ટ્રાફીસક આ માર્ગ ઉપર સતત ધમધમતો રહે છે.
કાસોરથી રામોલ સુધીનો માર્ગ પહોળો કરાયો છે જ્યારે સુણાવથી પેટલાદ તરફનો માર્ગ પણ પહોળો છે પરંતુ સુણાવથી કાસોર માત્ર ૩ કીમીનો રસ્તો સાંકડી પટ્ટીનો રહી ગયો છે. જેને લઈને વાહન ચાલકોને ભારે પરેશાનીનો ભોગ બનવું પડે છે.
આ રોડ ઉપર આવેલ ખીલીયા તળાવનું ગરનાળું લગભગ પાંચેક વર્ષ અગાઉ દ્વિમાર્ગીય બનાવવામાં આવ્યું. વધતા જતા ટ્રાફીકને કારણે ગરનાળાને પહોળું કરવામાં આવ્યું છે પરંતુ ત્યારબાદ રોડને પહોળો કરવામાં વિલંબ થતાં વાહન ચાલકો ભારે પરેશાનીનો ભોગ બની રહ્યા છે. સિંગલપટ્ટીના આ રોડની બંને સાઈડો પણ અનેક જગ્યાએથી ધોવાઈ ગઈ છે જેના કારણે રાત્રીના સુમારે વાહન ચલકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. આ રોડને અત્યારે પહોળો કરવામાં આવે તેમજ રોડની બંને સાઈડોમાં માટીપુરાણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.