નડિયાદમાં સંતરામ રોડ પર નજીવી બાબતે યુવકની હત્યા
નડિયાદ : નડિયાદ શહેરમાં સંતરામ રોડ પર યુવકની હત્યા કરવામાં આવી હતી. નજીવી બાબતે બોલાચાલીમાં મામલો બિચક્તા છરીથી હુમલો કરાયો હતો. આ મામલે પોલીસે બં શખ્સની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના સંતરામ રોડ પર કબુરપુરા વિસ્તારમાં રહેતા હિતેશ વાઘેલાને મોડી રાત્રે હિતેશને મોડી રાતે હરીશ ઉર્ફે યોગો હિંમતભાઈ કાંગસીયા (રહે. માઈમંદિરનો ખાંચો, તલાટી બાગ સામે) અને કરણ ડાહ્યાભાઈ મારવાડી (રહે. પેરીશપાર્ક, ઈન્દિરા ગાંધી માર્ગ) બંને સાથે બોલાચાલી થઈ હતી. હિતેશના ઘર પાસે માથાકૂટ થયા બાદ તે ભાગીને બજાર તરફ આવ્યો હતો.આ બંને આરોપીઓએ તેની સાથે માથાકુટ કરી હતી અને હરીશ કાંગસીયાએ હિતેને છાતીના બાગે ચપ્પુ માર્યું હતું અને હિતેશને લોહી નિકળવા લાગતા ઢળી પડયો હતો અને ડોક્ટરો મૃત જાહેર કર્યો હતો. હિતેશ વાઘેલાના મૃતદેહને પીએમ માટે કરમસદની મેડિકલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. આ ામલે પોલીસે ફરિયાદ નોંધીને બે શખ્સની અટકાયત કરી છે.
આ ઘટના બાદ બપોરના સુમારે ટાઉન પોલીસના ઈન્ચાર્જ પી.આઈ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં કોર્ડન કરેલી જગ્યામાંથી લોહીના નમૂના સહિત અન્ય પુરાવા એકત્ર કરાયા હતા.પોલીસ હાલ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે.
મૃતકના કુટુંબી ભાઈ યોગેશ વાઘેલાનો જન્મદિવસ હતો અને અશોક સરગરા, રાકેશ વાઘેલા, ભાવેશ વાઘેલા, ભરત વાઘેલા, રાહુલ વાઘેલા, અજય સરગરા, કેયુર પટેલ, હરીશ ઉર્ફે યોગો કાંગસીયાએ તમામે ભેગા મળી કેક કાપી હતી. બાદમાં હરીશે જમવા જવાનું જણાવ્યુ હતું. જેથી રાકેશ, હરીશ અને અશોક જમવા ગયા હતા. જ્યાં દુકાનો બંધ હોવાથી તેઓ પરત આવ્યા હતા અને હરીશને માઈ મંદિરના ખાંચા પાસે ઉતાર્યો હતો. હરીશ અહીંયાથી ચાલતા બસ સ્ટેન્ડ તરફ ગયો હતો અને બાદમાં અશોકને ફોન કરી મને જમાડયા વગર મુકીને જતા રહ્યા તેમ કહી ગાળો બોલતો હતો. બાદમાં અશોક અને રાકેશ બસ સ્ટેન્ડ પાસે તેને મળવા ગયા ત્યાં પણ આ હરીશ ગાળો બોલ્યો હતો. જેથી બંને પરત પોતાના ફળિયા પાસે આવી ગયા હતા. આ વખતે અશોકની સાથે હિતેશ, ભાલેશ, રાકેશ અને કેયુર બેઠા હતા. દરમિયાન આ હરીશ રીક્ષામાં પાછળ બેસીને આવ્યો હતો. તેમજ કરણ મારવાડી રીક્ષા ચલાવતો હતો. બંનેએ ગાળો બોલતા હોય, હિતેશે તેમને ગાળો બોલવાની ના પાડી હતી. ત્યાંથી આરોપીઓ રીક્ષા લઈને સંતરામ તરફ નીકળતા હિતેશ અને અશોક બંને પાછળ ગયા હતા. દરમિયાન પુનઃ માથાકૂટ થઈ અને કરણે હિતેશને પકડી રાખ્યો અને હરીશે છરાથી હુમલો કર્યો હતો. જેમાં હિતેશનું મોત થયુ છે.
આ તરફ ૨૭ એપ્રિલના રોજ હરીશ કાંગસિયાએ પોતાના ફોટા સાથે એક ડાયલોગ મુક્યો છે. જેની લાઈન છે, ‘હમ તુમ્હે મારેંગે ઔર જરૂર મારેંગે, લેકિન વો બંદૂક ભી હમારી હોગી, વો ગોલી ભી હમારી હોગી ઔર વો વક્ત ફી હમારા હોગા..દ આ પોસ્ટમાં તે પોતે સિગરેટ પિતો તલાટી બાગમાં ઉભો છે અને આ ડાયલોગ મુક્યો છે. જેથી તેની ગુનાહિત માનસિતા સો.મીડિયાની પોસ્ટમાં પણ દેખાઈ છે. આ સિવાય તેની અનેક પોસ્ટમાં માફીયા હોય તે મુજબના ગીતો મુકવાની સાથે પોતે ખલનાયક હોવાનો રૌફ કરી રહ્યો છે.