વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે જિલ્લાભરમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ષ ર૦૦૮થી સમગ્ર વિશ્વમાં રપ એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. તેનો હેતુ મેલેરિયા વિશે લોકોને સમજણ અને શિક્ષણ આપવા તેમજ વૈશ્વિક સ્તરે મેલેરિયા નિવારણ, નાબૂદી અને લોકોમાં જનજાગૃતિ કેળવવા અંગેનો છે.
આણંદ જિલ્લામાં ચોમાસા પહેલા અને દરમ્યાન મચ્છર ઉત્પતિના સ્થાનો શોધીને તેને નાબૂદ કરવા, સર્વલન્સ દ્વારા મેલેરિયા પોઝીટીવ દર્દીઓને શોધીને સારવાર આપવામાં આવે છે.
જિલ્લાના પ૪ આરોગ્ય કેન્દ્રો અને ૮ અર્બન આરોગ્ય કેન્દ્રોએ જિલ્લા આરોગ્ય અધિકારીડો.પિયુષ પટેલના માર્ગદર્શન અને મેલેરિયા અધિકારી ડો.રાજેશ પટેલના આયોજન હેઠળ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ર૦ર૧માં સમગ્ર જિલ્લામાં માત્ર આણંદ અને આંકલાવ તાલુકામાં મેલેરિયાના માત્ર ૩ કેસ નોંધાયા હતા. પરંતુ ત્યારબાદના વર્ષ ૧૪, ગત વર્ષ ૮ અને આ વર્ષ ૧ર મેલેરિયા પોઝિીટવ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના મતાનુસાર મેલેરિયા ન થાય તે માટે ઘરની આજુબાજુ કુંડા, કૂલર, ખાબોચિયા, જૂના ટાયર વગેરેમાં પાણી જમા ન થવા દેવું, પાણીના વાસણો હવાચુસ્ત રીતે ઢાંકેલા રાખવા તથા પાણીની ટાંકી, ફુલદાની, ફ્રીજની ટરે, પક્ષીના કુંડા વગેરે અઠવાડિયામાં એક વખત અવશ્ય સાફ કરવા. આ ઉપરાંત નજીકના આરોગ્ય કેન્દ્રમાં મેલેરિયાની વિનામૂલ્યે તપાસનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
છેલ્લા ૪ વર્ષમાં સોજીત્રા, તારાપુર તાલુકામાં મેલેરિયાનો એકપણ કેસનહીં
તાલુકો -ર૦ર૧- ર૦રર -ર ૦ર૩ -ર૦ર૪, આણંદ- ૨ ૮ ૩ ૭, ઉમરેઠ -૦ ૦ ૦ ૧, બોરસદ -૦ ૨ ૩ ૩, આંકલાવ- ૧ ૦ ૦ ૦, પેટલાદ -૦ ૩ ૧ ૧ , સોજીત્રા- ૦ ૦ ૦ ૦, ખંભાત -૦ ૧ ૧ ૦, તારાપુર -૦ ૦ ૦ ૦, કુલ -૩ ૧૪ ૮ ૧૨