એવી રોડ પર પાણીની લાઇનમાં લીકેજ: 20 સોસાયટીઓ પાણી વિહોણી
આણંદ વિદ્યાનગર રોડ પીવાના પાણીની પાઇપ લાઇનમાં લીકેજ થતાં સમગ્ર વિસ્તારમાં આવેલી 20થી વધુ સોસાયટીઓમાં ધીમા ફોર્સથી પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. ત્યારે ટીમો હરકત આવી જઇને ખોદકામની કામગીરી હાથ ધરાઇ હતી. પરંતુ ખોદકામ સમયે વીજ પોલ નમી જવાનો ભય રહેતા જેસીબી મશીન વળે સાંકળથી વીજ પોલ બાંધી રાખવાની ફરજ પડી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ વિદ્યાનગર રોડ પર પાણીનું પ્રેશર એકાએક વધી જતું હોવાથી વારંવાર પાણીની પાઇપ લાઇનો તુટી જવાના બનાવો વધી રહ્યાં છે. જેના પગલે વારંવાર પાણીની પાઇપ લાઇન તુટી જતાં સમગ્ર વિસ્તારના રહીશો તંત્રથી તોબા પોકારી ઉઠયા છે.
જો કે બુધવારે પાણીની પાઇપ લાઇન લીકેજ થતાં ગ્રીડ ચોકડી , ઓમ કારેશ્વર મંદિર રોડ સહિત 20થી વધુ સોસાયટી વિસ્તારમાં ધીમા ફોર્સથી પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી.જો કે 2 હજારથી વધુ રહીશોને પીવાના પાણી માટે જંગ મંગાવવાની ફરજ પડી હતી. આખરે ટીમોએ ખોદકામની કામગીરી હાથ ધરાઇ હતી. પરંતુ વીજ પોલ નમી ગયો હોવાથી તાબડતોબ જેસીબી મંગાવીને સાંકળથી વીજ પોલ બાંધી દેવાની ફરજ પડી હતી. આ અંગે આણંદ મનપાની ટીમોએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, વીજ કરંટ અને અક્સ્માતનો બનાવ ના બંને તે માટે વીજ તંત્ર દ્વારા સલામત સ્થળે વીજ પોલ ખસેડી લેવા રજૂઆત કરી છે.