લાંચિયા સામે કાર્યવાહી હવે લોકલ પોલીસ સ્ટેશનમાંથી શરૂ: ગુજરાતમાં નવી રીત
ગુજરાતમાં લાંચિયા અધિકારીઓને પકડીને અત્યાર સુધીમાં એસીબી ગુનો દાખલ કરતી હતી. પરંતુ પ્રથમવાર પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદના લોકલ પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ થયો છે. શહેરના રાણીપમાં પોલીસકર્મી સામે ભ્રષ્ટાચારનો ગુનો નોંધવામાં આવ્યો છે. રાણીપમાં હેડ કોન્સ્ટેબલ પાસેથી 1.2 કરોડથી વધુ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતમાં અત્યાર સુધીમાં ભ્રષ્ટાચારીઓ સામે એસીબી દ્વારા ગુનો નોંધવામં આવતો હતો. પરંતુ હવે અમદાવાદના રાણીપમાં હેડકોન્સ્ટેબલ વિજય માલીની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. આરોપી પોલીસ કર્મીએ 1.2 કરોડની આવક સામે 1.34 કરોડનો ખર્ચ બતાવ્યો હતો. પોલીસે તપાસ કરતાં વિવિધ સ્થળોએ આરોપીએ પ્રોપર્ટી ખરીદી હોવાનું સામે આવ્યું છે. આરોપી શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યો છે. પોલીસે વિજય માલીના ઘર અને નોકરીના સ્થળે તપાસ કરી હતી.
પોલીસની તપાસમાં 31 લાખનો વધુ ખર્ચ મળી આવતાં અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી વિવિધ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી ચૂક્યો છે. તેની કે કંપનીમાં ફરજ બજાવ્યા બાદ દ્વારકા ખાતે બદલી કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતાં આરોપીએ વિવિધ સ્થળોએ પ્રોપર્ટી ખરીદી હોવાનું સામે આવતાં પોલીસે તેના નોકરીના સ્થળ અને ઘરે તપાસ કરી હતી.