ડિજિટલ યુદ્ધનો પ્રારંભ? પાકિસ્તાનના X હેન્ડલ પર ભારતનો સર્જિકલ સ્ટ્રાઈક
મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો. આ હુમલામાં 25 ભારતીયો અને એક નેપાળી નાગરિકે જીવ ગુમાવ્યા હતા. ભારતે ભારતમાં પાકિસ્તાન સરકારનું સત્તાવાર X (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે, જેને ડિજિટલ યુદ્ધમાં સર્જિકલ સ્ટ્રાઈક માનવામાં આવી રહી છે. અગાઉ, ભારતે 1960 ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી હતી, અટારી-વાઘા સરહદ બંધ કરી દીધી હતી અને પાકિસ્તાની હાઇ કમિશનના લશ્કરી સલાહકારોને હાંકી કાઢીને રાજદ્વારી સંબંધોને ન્યૂનતમ સ્તરે ઘટાડી દીધા હતા.
ભારત સરકારે ડિજિટલ પ્લેટફોર્મ પર કડક પગલાં લીધા છે. હાલમાં, જો ભારતમાં કોઈ વપરાશકર્તા પાકિસ્તાન સરકારના X હેન્ડલને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરે છે, તો તેને “આ એકાઉન્ટ ભારતમાં રોકી દેવામાં આવ્યું છે” જેવો સંદેશ દેખાય છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે વધુ એક કડક પગલું ભર્યું છે. તેમણે પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક શરૂ કરી છે. ભારતે પાકિસ્તાન સરકારના સોશિયલ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતે અગાઉ બુધવારે સાંજે CCS ની બેઠકમાં પાંચ મોટા નિર્ણયો લીધા હતા. આમાં અટારી સરહદ બંધ કરવાનો પણ સમાવેશ થતો હતો.
ભારતે ભારતમાં પાકિસ્તાનના સત્તાવાર x એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે પાકિસ્તાનનો ખાતો ભારતમાં દેખાશે નહીં. સીસીએસ બેઠકમાં ભારતે પોતાના માટે પાંચ મોટા નિર્ણયો લીધા. આમાં સિંધુ જળ સંધિથી લઈને અટારી સરહદ સુધી કડક પગલાં લેવામાં આવ્યા હતા. આ પછી પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. પાકિસ્તાનને સર્જીકલ સ્ટ્રાઈકનો ભય સતાવી રહ્યો છે.