Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

જિલ્લા પંચાયતનો નવા આરોગ્ય પ્રયાસ : ‘પોષણ સેતુ’થી દર મંગળવારે માર્ગદર્શન

જિલ્લા પંચાયતનો નવા આરોગ્ય પ્રયાસ : ‘પોષણ સેતુ’થી દર મંગળવારે માર્ગદર્શન

આણંદ જિલ્લામાં કુપોષણ સામે લડત આપવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા ‘પોષણ સેતુ’ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો લાવવાનો છે.

‘પોષણ સેતુ’ પ્રોજેક્ટ અંતર્ગત ‘સ્વાસ્થ્ય સખી/મિત્ર’ ગ્રૂપ દ્વારા વિશેષ કાર્ય કરવામાં આવશે. આ ગ્રૂપ 0-6 વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને કિશોરીઓ સાથે સીધો સંપર્ક સાધશે. દર મંગળવારે ‘મંગળ સમાચાર’ થીમ હેઠળ ગ્રામજનો અને લાભાર્થીઓને પોષણ અને આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, સંસદ સભ્ય મિતેશભાઇ પટેલ અને ધારાસભ્યો કમલેશભાઈ પટેલ તથા અમિતભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, નિવાસી અધિક કલેક્ટર આર.એસ. દેસાઇ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક જે.વી. દેસાઇ અને જિલ્લા પંચાયતના મહિલા અને બાળ યુવા પ્રવૃત્તિના ચેરમેન નીતાબેન સોલંકી સહિત અન્ય અધિકારીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

Advertisement

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement