રખિયાલમાં તોફાન મચાવનારા અસામાજિક તત્ત્વોનો પોલીસ દ્વારા સરઘસ કાઢાયો
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં 14 એપ્રિલ, સોમવારની રાત્રે તલવાર, દંડા સહિતના ઘાતક હથિયારો સાથે આતંક મચાવનાર અસામાજિક તત્ત્વોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી અને અસામાજિક તત્ત્વોને ઝડપી પાડ્યા હતા અને જાહેર સઘરસ કાઢ્યું હતું. ભયનો માહોલ ઉભો કરનાર 1. અંજુમ સિદ્દિકી, 2. અસરફ અદાદતખાન પઠાણ, 3. અમ્મર અંજુમ સિદ્દિકી, 4. કાલિમ તોફીક સિદ્દિકી, 5. અજીમ તોફીક સિદ્દિકી અને 6. પઠાણ જાવેદ આલમ નિયાસ ખાન સહિતના તમામ આરોપીએ જાહેરમાં માફી માંગી હતી.
14 એપ્રિલ, સોમવારની રાત્રે અમદાવાદના અજિત મિલ ચાર રસ્તા પાસે આવેલી રહેણાક મકાનમાં 7થી 8 લોકોનું ટોળું તલવાર, લાકડી, ધોકા અને પાઇપો સહિતના ઘાતકી હથિયારો સાથે આવી પહોંચ્યું હતું અને રીતસરનો ઉત્પાત મચાવ્યો હતો.
પ્રાપ્ત જાણકારી અનુસાર ઘટનાના આરોપી અને ફરિયાદી વચ્ચે ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. એક સામાજિક પ્રસંગમાં બોલાચાલી થતાં આરોપી તલવાર તથા છરા જેવા ધારદાર હથિયારો સાથે સલમાનના ઘર પર હુમલો કર્યો હતો. હુમલા બાદ છ પુખ્ત વયના તથા એક સગીર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.