ખેડા જિલ્લામાં વધતી ગરમી: ખેડૂતોએ હીટ વેવ દરમિયાન સાવચેતી રાખવાની જિલ્લા ખેતીવાડી વિભાગની સૂચના
આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર આગામી દિવસોમાં સુકા પવનો કારણે ત્રણ દિવસ સુધી ગરમીનું જોર વધુ રહેશે. દરિયાકાંઠા વિસ્તારમાં ભેજને કારણે બફારો અનુભવાશે. જ્યારે એપ્રિલના બીજા સપ્તાહમાં સામાન્ય 40 ડિગ્રી તાપમાન રહે છે. પરંતુ આ વખતે વેસ્ટન ડિસ્ટર્બનસ પગલે સતત ગરમીનો પારો વઘઘટ થઇ રહી છે. હાલમાં દૈનિક 1 ડિગ્રી પારો ઉંચો જવાની સંભાવના છે. જેના પગલે આગામી 3 દિવસ સુધી પારો 2 થી 3 ડિગ્રી વઘુ રહેતા 43 ગરમીનો પારો રહેવાની સંભાવના છે.જેને લઇને ગરમીથી બચવા માટે કામ સિવયા ઘરની બહાર ન નીકળવા જણાવ્યું છે.
ખેડા જિલ્લામાં વધતી જતી ગરમીને લઈ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે પગલાં લેવા સૂચવવામાં આવ્યું છે. જેમાં હીટ વેવ દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં છ પ્રકારની સાવચેતીઓ રાખવા અંગે સૂચન કરાયું છે. પાકને ઊંચા તાપમાન થી બચાવવા શાકભાજી ના ખેતરોમાં નિંદણ ન કરવું અને બપોર દરમિયાન ખેતીની પ્રવૃત્તિઓ બંધ રાખવા સૂચન આપ્યું હતું. ત્યારે પશુઓને છાયડામાં રાખવા તેમજ પીવા માટે વારંવાર ચોખા અને ઠંડુ પાણી આપવું, પશુઓને ખોરાક માં લીલુ ઘાસ તેમજ ખનીજ દ્રવ્યો યુક્ત આહાર આપવો અને ઓછી ગરમીના કલાકોમાં જ ચડવા માટે લઈ જવા સૂચન આપવામાં આવ્યું હતું.