આણંદ રેલવે સ્ટેશન દ્વારા આસ્થા સખીમંડળને સ્ટોલ ફાળવ્યા
આણંદ, વોકલ ફોર લોકલ નીતી હેઠળ આણંદ રેલવે સ્ટેશન તરફથી મિશન મંગલમ હેઠળ 70 બહેનો દ્વારા ચલાવવામાં આવતી ગામડી ગામના આસ્થા સખીમંડળને સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો. આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલે માધ્યમનો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના લોકલ ફોર વોકલના સૂત્રને આણંદ રેલવે સ્ટેશન દ્વારા ચરિતાર્થ કરવામાં આવ્યું છે. જેમાં ગામડી ગામની આસ્થા સખીમંડળે હેન્ડી ક્રાફટ, ભરતકામની વિશેષતા ધરાવતી શાલ તથા અન્ય સ્થાનિક ચીજ વસ્તુઓના વેચાણ કરવામાં આણંદ રેલ્વે સ્ટેશન તરફથી સ્ટોલ ફાળવવામાં આવી છે. જેના થકી સ્થાનિક ચીજ-વસ્તુઓને વેચાણ માટે મોકાનું પ્લેટફોર્મ મળશે, તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.