વિદ્યાર્થીઓમાં સુરક્ષા જાગૃતિ માટે ફાયર સેફ્ટી તાલીમ કાર્યક્રમ યોજાયો
નેશનલ ફાયર સર્વિસ વીક નિમિત્તે આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસે જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફાયર અવેરનેસ ટ્રેનિંગનું આયોજન કર્યું હતું. ફાયર ઓફિસર ધર્મેશ ગોરના માર્ગદર્શન હેઠળ ફાયર ફાઈટર્સ હર્ષિલ પટેલ, રઘુવીરસિંહ પઢીયાર અને હિમ્મતભાઈ ભુરીયાએ વિદ્યાર્થીઓને તાલીમ આપી હતી. ત્રણ તાલીમાર્થી ફાયરમેન પણ આ કાર્યક્રમમાં જોડાયા.
14 એપ્રિલે ફાયર સર્વિસ ડે નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફાયર સેફ્ટીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઈમરજન્સી રેસ્ક્યૂ વાહનમાં રહેલા વિવિધ સાધનોની માહિતી આપવામાં આવી હતી. શાળામાં સ્થાપિત ફિક્સ ફાયર સિસ્ટમનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું. આ તાલીમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવાનો હતો.