આણંદની હેન્વી પટેલે શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રે ભારતીય વર્લ્ડ રેકોર્ડમાં નવી સિદ્ધિ પ્રાપ્ત કરી
આણંદ જિલ્લાની રાષ્ટ્રીય લેવલે બે વખત ભાગ લેનારી રાષ્ટ્રીય નૃત્યાંગના કુ. હેન્વી પટેલે ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજ હાથમાં રાખીને ‘વંદે માતરમ’ ગીત પર શાસ્ત્રીય નૃત્ય કરવાનું આગવું કૌશલ્ય દર્શાવતો તેનો ઓનલાઈન વિડીયો મોકલ્યો હતો.
જેમાં સમગ્ર વિશ્વના વિવિધ સ્થળોએથી ભારતીય રાષ્ટ્રધ્વજને શ્રદ્ઘાંજલિ આપીને વંદે માતરમ માટે નૃત્ય કરનારા લોકોની સૌથી વધુ સંખ્યા ૩૬૮૦નો એક ભાગ બનવા બદલ ઈન્ડિયન બુક ઓફ રેકોર્ડે નોંધ લઈને તેને મેડલ, બ્રોઝ, રેકોર્ડ સર્ટિફિકેટ તથા ઈન્ડિયન પેટ્રોટીક એવોર્ડ આપીને પ્રોત્સાહિત કરી હતી.
ખાસ નોંધનીય છે કે ૨૬ જાન્યુઆરીના રોજ ભારતના સાંસ્કૃતિક વારસાને ચાહનારા ૩૬૮૦ કલાકારોએ ભારતીય શાસ્ત્રીય નૃત્યના વિવિધ પોશાક સાથે સુસજ્જ થઈને વેદે માતરમ પર હાથમાં રાષ્ટ્રધ્વજ પકડીને એક જ દિવસે અને એક જ સમયે નૃત્ય કરીને નૃત્ય થકી દેશને એકતાના તાંતણે બાંધવાનો સ્તુત્ય પ્રયત્ન કર્યો હતો. ભલે ને કથક, કથકલી, કુચીપુડી, ઓડીસી, ભારતનાટ્યમ, મણીપુરી, મોહીનીઅટ્ટમ વગેરે શાસ્ત્રીય નૃત્ય શૈલીઓ અલગ અલગ હોય છતાં પણ દેશના શાસ્ત્રીય નૃત્ય કલાકારોએ આ ભારતીય વર્લ્ડ રેકોર્ડનો ભાગ બનીને એકતાની મિસાલ રજૂ કરી હતી. જે બદલ આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, કર્ણાવતી મહાનગરના પ્રભારી, ભારત સરકાર નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમીટેડ , ભુવનેશ્વર (ઓરિસ્સા)ના ઈન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરે સંજયભાઈ પટેલે દીકરી હેન્વી પટેલને અભિનંદન પાઠવીને ભવિષ્યમાં નૃત્યકલા ક્ષેત્રે કામગીરી કરતા રહેવા માટે આશીર્વાદ આપ્યા હતા.