નોબલનગર: વૃદ્ધા દ્વારા મહિલા જુગાર રેકેટ પકડાયું, ૭ મહિલા ઝડપાઇ
અમદાવાદના નોબલનગર વિસ્તારમાં એક વૃદ્ધા પોતાના ઘરે મહિલાઓને બોલાવી જુગાર રમાડતી હોવાનો ભેદ ભાજી થયો છે. સરદારનગર પોલીસ સ્ટેશનની ટીમે ઓઝોન સીટી સ્થિત એક ફ્લેટ પર દરોડો પાડી મહિલાઓના જુગાર રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે જાણવા મળ્યું કે ઓઝોન સીટીના બ્લોક નંબર A-3, ફ્લેટ નં. 201માં રહેનારી ભગવતીબેન જેઠાનંદ ભાગચંદાણી (ઉ.65) બહારથી મહિલાઓને બોલાવીને પોતાના ઘરમાં જુગાર રમાડે છે. બાતમીના આધારે પોલીસે રેડ કરીને જુગાર રમતી કુલ ૭ મહિલાઓને ઝડપી લીધી હતી.
પોલીસ તપાસમાં ખુલ્યું કે ભૂમિકા મુખ્યતઃ ભગવતીબેન જેઠાનંદ ભાગચંદાણી ભજવી રહી હતી અને અન્ય મહિલાઓ પણ આ પ્રવૃત્તિમાં જોડાયેલી હતી.
આ રેડ દરમિયાન પોલીસે રૂ. 11,520ની રોકડ રકમ સહિત જુગાર સંબંધિત સામગ્રી કબજે કરી છે અને તમામ મહિલાઓ સામે જુગારના ગુના હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલી મહિલાઓમાં નીચેના નામોનો સમાવેશ થાય છે:
ભગવતીબેન જેઠાનંદ ભાગચંદાણી (ઉ.65, નોબલનગર)
મોનાબેન રતનકુમાર મોટવાણી
બિરવાબેન અરવિંદભાઈ પટેલ
ગાયત્રીબેન હરેશકુમાર આહુજા
ચાહત નરેન્દ્રકુમાર પ્રિતમાણી
રેશમાબેન કિશોરભાઈ પ્રિતમાણી
ખુશીબહેન પુનિતભાઈ હસરાજાણી
પોલીસ હવે સમગ્ર મામલે આગળની તપાસ ચલાવી રહી છે અને મહિલાઓ દ્વારા અગાઉ પણ આવાં કોઈ ગુનાઓ થયા છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરાશે.