રસ્તા પર ખાડા પડતાં વૃક્ષની ડાળી મૂકી રાહદારીઓને સાવચેત રાખવા પ્રયાસ
આણંદ ટાઉન હૉલ પાછળ આવેલા ૐ કારેશ્વર મંદિર પાસેના રોડ પર શ્રીનગર સોસાયટી આવેલી છે. જેની બહાર રોડ પર મહાનગરપાલિકાએ પ્રથમ વાર રોડ વચ્ચે વૃક્ષારોપણની જાણે નવી પહેલ શરૂ કરી હોય તેમ લાગી રહ્યું છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે રોડ વચ્ચે મસમોટો ખાડો પડ્યો છે. જેના કારણે વાહન ચાલકો, રાહદારીઓ તથા રહીશોને તે ખાડામાં પડી જવાનો ભય રહે છે. હવે તેનું સમારકામ તો મહાપાલિકાને કરવાનું હોય છે. પરંતુ મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ આવા કામ માટે આળસની ધૂળ ખંખેરે તો ને, ટેક્સ હોય તો સમયસર ભરવાનું કહેવામાં આવે છે. તો જાહેર જનતા પણ સમયસર કામ થાય તેમ ઈચ્છે છે.
હવે વાત એ છે મનપા કામ કારવમાં ઊણી તો ઉતરી છે પરંતુ સવાલ એ છે કે આ વૃક્ષ ખાડામાં રહીશોએ મૂક્યો પાલિકાએ મૂક્યું તો સારા માટે જ છે. પણ હવે મનપાએ આણંદ વિદ્યાનગર સહિતના રોડ પર પડેલા ખાડા અંગે ધ્યાન આપવું જોઈએ. તેવી ચર્ચા લોકમુખે થઈ રહી છે.