સિવિલ ડિફેન્સમાં જોડાવા માટે આણંદના યુવાનો આગળ આવ્યા: 2505 નવું રજીસ્ટ્રેશન
આણંદ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા નાગરિક સંરક્ષણ(સિવિલ ડિફેન્સ) માં જોડવવા માટે આણંદ, વિદ્યાનગર, બોરસદ સહિત 20થી વધુ જગ્યાએ રજીસ્ટ્રેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં 2505 યુવક- યુવતીઓએ નામ નોંધાવ્યા છે.
સિવિલ ડિફેન્સમાં જોડવવા માટે સવારથી યુવકો અને યુવતીઓ નોંધણીના સ્થળે ઉમટી પડયા હતા. જેમાં યુવકો જેટલી જ સંખ્યા યુવતીઓની જોવા મળી હતી. બી.જે.વી.એમ. કોલેજની વિદ્યાર્થીનીઓ પ્રજાપતિ નિલમ અને તનિષા મકવાણાએ પણ જણાવ્યું હતું કે, અમે ખુબ જ ખુશ છીએ.કારણ કે કોલેજમાં ભણવાની સાથે સમાજસેવા થકી દેશની સેવા કરવાનો અનોખો અવસર પ્રાપ્ત થશે.જેના થકી અમને જીવનમાં છેવાડાના નાગરિકોને પડતી હાલાકી દૂર કરવાનો આ કાર્યક્રમ થકી મળી રહેવાનો છે.
આ વેળાએ વ્યવસાયે વકીલ એવા આસીમ ખેડાવાલાએ જણાવ્યું હતું કે, આકસ્મીક સંજોગોના પ્રસંગે યુવાઓ વતન પ્રત્યે પોતાનો નાગરિક ધર્મ બજાવીને દેશ માટે પોતાની કર્તવ્યનિષ્ઠા દાખવે તે માટે આ અનેરો અવસર છે.જે દરેક યુવાઓએ ઝડપી લેવો જોઈએ.તેમણે પણ નાગરિક સંરક્ષણ નિમણૂક અંગેનો રજીસ્ટ્રેશન પણ કરીને દેશસેવા માટે તંત્ર જ્યારે આહ્વાવન કરે તો પોતે કટિબધ્ધતા દાખવશે,તેમ તેઓ સંકલ્પબધ્ધ થયા હતા.