સાંસદ મિતેષ પટેલની ઉપસ્થિતિમાં બોરસદ APMCમાં યોજાયો માહિતીસભર સેમિનાર
બોરસદ APMC ખાતે વન નેશન વન ઇલેક્શન અંગે મહત્વપૂર્ણ સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને વન નેશન વન ઇલેક્શનની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ તેના ફાયદાઓથી પણ વાકેફ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં સાંસદ મિતેષ પટેલે વિશેષ હાજરી આપી. જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ અને નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા. જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ અને પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ મિહિર પટેલ અને એપીએમસીના ચેરમેન અશોક મહિડા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ પણ ભાગ લીધો હતો.