આણંદમાં સ્વચ્છતાના નામે શોષણ: વાયરલ વિડિયોએ ખોલી તંત્રની પોલ
આણંદ મનપા દ્વારા ટેન્ડરીંગ કરીને સફાઇ કામગીરી માટે કર્મચારીઓનો અપાયેલ કોન્ટ્રાકટમાં ભારે ખાયકી થઇ રહ્યાના ઉહાપોહ વચ્ચે આર્થિક શોષણથી પરેશાન સફાઇ કર્મચારીના આજે વાયરલ થયેલા વિડીયોએ ઓન ચોપડે સ્વચ્છતાની વાતો કરતા તંત્રની પોલ ખોલી છે.
આણંદ મનપા વિસ્તારમાં રોજેરોજ સફાઇ કામગીરી માટે પાલિકાના કાયમી, રોજમદાર સહિત કોન્ટ્રાકટથી પણ સફાઇ કામદારો રાખવામાં આવે છે. જેમાં મનપાના સેનેટરી વિભાગના જણાવ્યાનુસાર મનપા દ્વારા સુરતના દરબાર વેસ્ટ કોર્પોરેશનને ૧૧પ સફાઇ કર્મચારીઓ માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જેમાં પ્રતિ સફાઇ કર્મચારી દીઠ કોન્ટ્રાકટરને રૂ. પ૪૮ ચૂકવવામાં આવી રહ્યા છે. દરરોજ પાલિકાને જરુરત હોય તેટલા કર્મચારીઓ રાખવામાં આવે છે. જેમાં દૈનિક સરેરાશ ૭૦ સફાઇ કર્મચારી હોય છે.
પરંતુ આજે વાયરલ થયેલ વિડીયોમાં સફાઇ કર્મચારી રડતી આંખોએ કહી રહ્યો છે કે, અમે કોન્ટ્રાકટર કહે તે પ્રમાણે સવારે ૮થી સાંજે ચાર કે પાંચ વાગ્યા સુધી સફાઇ કામગીરી કરીએ છીએ. અમને રોજની રૂ.રપ૦ હાજરી આપે છે. પરંતુ ૩-૩ માસ સુધી પગાર ચૂકવવામાં આવતો નથી. અમે ઉઘરાણી કરીએ ત્યારે ઉપલકના બે કે ત્રણ હજાર આપે છે. અમે રોજગારી માટે પંચમહાલ તરફેથી અહીં આવ્યા છીએ. ગરીબ હોવાથી અમારો અવાજ પણ સરકાર સુધી પહોંચતો નથી.પરંતુ કાળઝાળ ગરમીમાં પરસેવો પાડીને અમે કરેલી મહેનતના નાણાં અમને મળે તેવું કાંઇક કરવામાં આવે તેવી માંગણી કરી હતી. વાયરલ વિડીયોને ધ્યાને લઇને મનપાના સેનેટરી વિભાગે કોન્ટ્રાકટરને નોટિસ પાઠવીને તાકિદે સમગ્ર હકિકત અંગે લેખિતમાં ખુલાસો મંગાવ્યો છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે, રોજગારીની આશાએ કાળી મજૂરી કરતા સફાઇ કર્મચારીઓને ન્યાય મળે છે કે કેમ?
સરેરાશ ૭૦ સફાઇ કર્મર્ીઓની ગણતરીએ કોન્ટ્રાકટરને મહિને ૬.રપ લાખ સીધો નફો ! – કોન્ટ્રાકટરની તાકાત છે કે સેનેટરી વિભાગના બાજ નજર હેઠળ આટલો નફો રળે ?
અગાઉ પાલિકા અને હવે મનપા વિસ્તારમાં સફાઇ કામ મામલે રોજમદાર અને કોન્ટ્રાકટથી રખાતા સફાઇ કર્મચારીઓને દૈનિક વેતન ચૂકવણીમાં કયાંક રંધાતું હોવાની અગાઉની બૂમો યથાવત છે. રોજેરોજ કેટલા કોન્ટ્રાકટના સફાઇ કર્મી કામ પર રાખવામાં આવ્યા તેનું મોનેટરીંગ કરવાથી લઇને સેનેટરી વિભાગને પહોંચતો હિસ્સો જાગૃત નગરજનોથી અજાણ નથી. બાકી કોન્ટ્રાકટરની તાકાત છે કે બાજ નજર ધરાવતા સેનેટરી વિભાગના પદાધિકારીઓની આંખ નીચેથી સરેરાશ ૭૦ કર્મચારીઓના પગારમાંથી દૈનિક ર૦ હજાર અને મહિને ૬ લાખ ઉપરાંતનો સીધો નફો રળે. જો કે આજે વાયરલ થયેલા વિડીયોએ તંત્ર અને કોન્ટ્રાકટર વચ્ચેની સાંઠગાંઠને ખુલ્લી પાડી હોવાનું ચર્ચાય છે. સાથોસાથ કોન્ટ્રાકટરને આપેલી લેખિત નોટિસનો અગાઉથી ગોઠવાયેલો જવાબ જ લેવામાં આવશે અને થોડા દિવસોમાં વાત બંધ પણ થઇ જશે. અગાઉ પાલિકા અને હવે મનપા વિસ્તારમાં સફાઇ કામ મામલે રોજમદાર અને કોન્ટ્રાકટથી રખાતા સફાઇ કર્મચારીઓને દૈનિક વેતન ચૂકવણીમાં કયાંક રંધાતું હોવાની અગાઉની બૂમો યથાવત છે. રોજેરોજ કેટલા કોન્ટ્રાકટના સફાઇ કર્મી કામ પર રાખવામાં આવ્યા તેનું મોનેટરીંગ કરવાથી લઇને સેનેટરી વિભાગને પહોંચતો હિસ્સો જાગૃત નગરજનોથી અજાણ નથી. બાકી કોન્ટ્રાકટરની તાકાત છે કે બાજ નજર ધરાવતા સેનેટરી વિભાગના પદાધિકારીઓની આંખ નીચેથી સરેરાશ ૭૦ કર્મચારીઓના પગારમાંથી દૈનિક ર૦ હજાર અને મહિને ૬ લાખ ઉપરાંતનો સીધો નફો રળે. જો કે આજે વાયરલ થયેલા વિડીયોએ તંત્ર અને કોન્ટ્રાકટર વચ્ચેની સાંઠગાંઠને ખુલ્લી પાડી હોવાનું ચર્ચાય છે. સાથોસાથ કોન્ટ્રાકટરને આપેલી લેખિત નોટિસનો અગાઉથી ગોઠવાયેલો જવાબ જ લેવામાં આવશે અને થોડા દિવસોમાં વાત બંધ પણ થઇ જશે.