ભારતીય જનતા પાર્ટીનો 46મો સ્થાપના દિવસ, ઉમરેઠમાં સક્રિય સદસ્ય સંમેલન: પૂર્વ મંત્રી ભરત બારોટ, સાંસદ મિતેષ પટેલ અને ધારાસભ્ય ગોવિંદ પરમારની હાજરી
રાષ્ટ્રવાદ અને જનસેવાના સંકલ્પને વરેલી ભારતીય જનતા પાર્ટીએ તેના 46મા સ્થાપના દિવસની ઉજવણી કરી. આ નિમિત્તે આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા ક્ષેત્રમાં સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ભરત બારોટે ખાસ હાજરી આપી. તેમણે ઉપસ્થિત કાર્યકર્તાઓ સાથે સંગઠન વિષયક મહત્વપૂર્ણ ચર્ચા કરી.
સંમેલનમાં આણંદના સાંસદ મિતેષ પટેલ અને પ્રમુખ સંજય પટેલે હાજરી આપી. ધારાસભ્ય ગોવિંદ પરમાર પણ ઉપસ્થિત રહ્યા. જિલ્લા મહામંત્રી જગત પટેલ અને સુનિલ શાહે પણ કાર્યક્રમમાં ભાગ લીધો.
આ ઉપરાંત પૂર્વ રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદિયા, પૂર્વ ધારાસભ્ય વિષ્ણુ પટેલ અને તાલુકા પ્રમુખ સુભાષ પરમાર સહિતના પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ કાર્યક્રમમાં હાજરી આપી.