આણંદમાં મિલ્કત લેવડ-દેવડનો ધમધમાટ: વર્ષે 40 હજારથી વધુ દસ્તાવેજ નોંધાયા
આણંદ જિલ્લામાં વિતેલા નાણાંકીય વર્ષમાં મકાન-મિલ્કતો સહિતના ખરીદ-વેચાણમાં દર મહિને ઓછામાં ઓછા ર૩૦૦ અને વધુમાં વધુ ૪૩૪૬ દસ્તાવેજો નોંધાયાનું જોવા મળ્યું છે. જેમાં એપ્રિલ ર૦ર૪થી માર્ચ ર૦રપ સુધીમાં કુલ ૪૦પ૬ર દસ્તાવેજો નોંધાયા હતા. જેની નોંધણી ફી પેટે રૂ. ૩૧.૯૦ કરોડ અને સ્ટેમ્પ ડયુટી પેટે ૧.૮ર અબજની સરકારી તિજોરીને આવક થવા પામી હતી.
વર્ષ ર૦ર૪માં નવેમ્બર માસમાં સૌથી ઓછા ર૩૩૭ દસ્તાવેજ નોંધાયા હોવાની સામે તેના એક માસ અગાઉ એટલે કે ઓકટોબર ર૦ર૪માં વર્ષના સૌથી વધુ ૩૬પર દસ્તાવેજો રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાયા હતા. જયારે વર્ષના છેલ્લા માસ ડિસેમ્બરમાં જિલ્લામાં કુલ ૩૪૪૬ દસ્તાવેજોની નોંધણી થવા પામી હતી. પરંતુ વર્ષ ર૦રપની શરુઆત સાથે જ મિલ્કતોની ખરીદ-વેચાણમાં એકાએક ઉછાળો આવ્યાની સ્થિતિ જોવા મળી હતી. તેમાંયે માર્ચ ર૦રપમાં વર્ષના સૌથી વધુ ૪૩૪૬ દસ્તાવેજો નોંધાયા હતા.