ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો :કોઈ જાનહાની નહી
આણંદ જિલ્લાના વાસદ નજીક મહીસાગર નદી પાસે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પરથી પસાર થતી દાડમ ભરેલી આઈસરમાં અચાનક આગ લાગી હતી.આગની જાણ થતાં જ આણંદ ફાયર બ્રિગેડને સૂચના આપવામાં આવી હતી. ફાયર ઓફિસર ધર્મેશ ગોરના માર્ગદર્શન હેઠળ ટીમે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી. ફાયર ફાઇટર પ્રદીપસિંહ સોલંકી, મહેન્દ્રસિંહ રાઠોડ અને પ્રદીપ પરમાર સહિત ત્રણ ટ્રેની ફાયરમેન તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા.