બોમ્બે આર્ટ સોસાયટી દ્વારા 133 મું ઓલ ઇન્ડિયા વાર્ષિક પ્રદર્શન 2025 મુંબઈ ખાતે યોજાયું
ભારતીય કલા ક્ષેત્રની ખૂબ જ નામાંકિત સંસ્થા બોમ્બે આર્ટ સોસાયટી દ્વારા 133 મું ઓલ ઇન્ડિયા વાર્ષિક પ્રદર્શન 2025નું મુંબઈ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી અનેક કલાકારોએ ભાગ લીધો હતો તેમાં વલ્લભ વિદ્યાનગર સ્થિત સીવીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા કુમારી રંજન ભોઈ ને તેમની કલાકૃતિ અમૃતન માટે બોમ્બે આર્ટ સોસાયટીનો એવોર્ડ એનાયત થયો હતો. મુંબઈમાં યોજાયેલા સમારંભમાં અતિથિ વિશેષ તરીકે ભારતના ખ્યાતનામ ચિત્રકાર પદ્મશ્રી વાસુદેવ કામત સાહેબ, પદ્મશ્રી અચ્યુત પલ્લવ જી, બોમ્બે આર્ટ સોસાયટીના પ્રેસિડેન્ટ રાજેન્દ્ર પાટીલ , સેક્રેટરી ચંદ્રજીત યાદવ ઉપસ્થિત રહ્યા હતાં. આ એવોર્ડ મળતા ચારુતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ પટેલ ,સહ મંત્રી રમેશ તલાટી અને કોલેજના માનદ નિયામક કનુ પટેલે કુમારી રંજન ભોઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવતાં રંજન ભોઈ કલાના ક્ષેત્રમાં ઉત્તરોત્તર મક્કમ પગલે આગળ વધી રહ્યા છે અને સંસ્થાને ગૌરવ અપાઈ રહ્યા છે તે બદલ તેમને શુભેચ્છા આપી હતી.