Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

કોરોનાની વાપસીમાં ચિંતાજનક ઘટના: નડિયાદમાં એક વર્ષનું બાળક પોઝિટિવ

કોરોનાની વાપસીમાં ચિંતાજનક ઘટના: નડિયાદમાં એક વર્ષનું બાળક પોઝિટિવ

વર્ષ 2020 માં વિશ્વની સાથે ગુજરાત અને ખેડા જિલ્લામાં પણ કહેર બોલાવનાર કોવિડની રિ-એન્ટ્રીને લઈને દુનિયા ફરી ચિંતામાં મુકાઈ છે ત્યારે નડિયાદ શહેરમાં જિલ્લાનો પહેલો કોવિડ પોઝિટિવ દર્દી મળી આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

વર્ષ 2020 થી 2021 સુધીના કોરોનાકાળમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે ફરી એકવાર કોરોનાએ દસ્તક દેતાં રાજ્ય સહિત જિલ્લામાં પણ આરોગ્ય તંત્ર સાબદું બન્યું હતું. સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડ તૈયાર કરવાની સાથે સાથે પરીક્ષણ માટેના સાધનો પણ તૈયાર કરાયા છે. આરોગ્ય તંત્રની તમામ તૈયારીઓ વચ્ચે ગુરુવારે નડિયાદમાં કોવિડનો પહેલો પોઝિટિવ કેસ મળી આવ્યો છે. એક વર્ષના બાળકમાં કોરોનાના લક્ષણ દેખાયા બાદ તેના પરીક્ષણ કરવામાં આવ્યા હતા. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલમાં તેને શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સઘન સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ત્યારે આ બાળક આંણદનુ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

જોકે, આ બાળકના રિપોર્ટ તપાસ કર્યા બાદ બાળકને હોસ્પિટલમાં રાખ્યું છે. આ સાથે બાળક તંદુરસ્ત હાલતમાં છે. આ રોગ વધુ ન ફેલાય તે માટે પણ તકેદારીના પગલાં ભરવા અને લક્ષણ જણાય તો તરત જ તબીબનો સંપર્ક સાધવાની અપીલ કરાઈ છે. ઓમિક્રોન વેરિયન્ટ જોખમકારક નથી હાલમાં કોવિડ – 19 પછીનો જે વેરિયન્ટ જોવા મળ્યો છે તે ઓમિક્રોન વેરિયન્ટ ભયજનક નથી. જોકે તેમ છતાં લોકોને સતર્ક રહેવાની અને જરૂરી નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

Advertisement

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement