Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સઘન ચકાસણી: અનેક ઉદ્યોગોનો ઇન્સ્પેક્શન હાથ ધરાયું

પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સઘન ચકાસણી: અનેક ઉદ્યોગોનો ઇન્સ્પેક્શન હાથ ધરાયું

આણંદ જિલ્લા પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ દ્વારા ગત માસના છેલ્લા અઠવાડિયામાં વિવિધ ઉત્પાદન એકમોના સ્થળોએ ઇન્સ્પેકશન હાથ ધર્યુ હતું.

જેમાં વિ.યુ.નગરના કેમિકલ મેન્યુફેકચરીંગ એકમો, ઇંટભઠ્ઠામાં જુદી જુદી ક્ષતિઓ જણાઇ આવતા પાંચ એકમોને શો કોઝ નોટિસ આપવામાં આવી હતી. ત્યારે બે ઉદ્યોગોને નોટિસ ઓફ ડાયરેકશન ઇસ્યુ કરી કાર્યપદ્વતિમાં સુધાર કરવા તાકિદ કરવામાં આવ્યાનું જાણવા મળે છે.

મળતી વિગતમાં પોલ્યુશન બોર્ડની ટીમ દ્વારા વિ.યુ.નગર, ઉમરેઠ, કલમસર, વાસણા-બોરસદ, પેટલાદ સહિતના વિસ્તારોમાં આવેલ જીઆઇડીસી ઝોન, ઔદ્યોગિક એકમોમાં તબકકાવાર તપાસ હાથ ધરી હતી. જેમાં વિ.યુ.નગરના કેટલાક કેમિકલ ઉત્પાદક એકમોમાં પોલ્યુશન બોર્ડના ધારાધોરણોનો ભંગ થતો હોવા ઉપરાંત પ્રોડકટસનું મેન્યુફેકચરીંગ કર્યા બાદ પાણીનું શુદ્વિકરણ કર્યા વિના સીધો નિકાલ, પીસીબી બોર્ડની મંજૂરી વિના ફેકટરી કાર્યરત કરવી કે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવું, પર્યાવરણ જાળવણીના મુદ્દે નિયત કરાયેલા નીતિ-નિયમોનો ભંગ સહિતની ગેરરીતિઓ જોવા મળી હતી. જેથી ખંભાત, વિ.યુ.નગરની ઉત્પાદક કંપનીઓ મળીને કુલ પ ઉદ્યોગોને કારણદર્શક નોટિસ ઇસ્યુ કરી હતી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement