Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

આણંદ શિક્ષણ વિભાગ હરકતમાં: 10 શાળાઓને ફાયર NOC માટે અરજી કરાવાઈ

આણંદ શિક્ષણ વિભાગ હરકતમાં: 10 શાળાઓને ફાયર NOC માટે અરજી કરાવાઈ

ફાયર એનઓસી મુદે આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ રીતસરનું હરકતમાં આવી ગયું છે. ત્યારે આણંદ જિલ્લામાં 35 જેટલી શાળાઓને ફાયર એનઓસી મુદે નોટીસ ફટકારી હતી. જેના ભાગરૂપે શાળાઓના સંચાલકો વિદ્યાર્થીઓને શિક્ષણ નવા સત્રમાં બગડે નહી તેવા હેતુથી દશ જેટલી શાળાઓના સંચાલકોએ ફાયર એનઓસી મેળવવા અરજી કરવામાં આવી હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં બાળકોની સુરક્ષાને ધ્યાને લઇને ફાયર સેફટીના નિયમોનું પાલન થાય અને જરૂરી સાધનોની ઉપલબ્ધા થાય તે માટે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ થઇ હતી. જેના ભાગરૂપે રાજ્ય સરકારે શિક્ષણ વિભાગને તમામ શાળાઓમાં ચકાસણી આદેશ કર્યો છે. આણંદ જિલ્લાના ખાનગી શાળાઓના શિક્ષણ વિભાગની ટીમોએ સર્વે કરીને કામગીરી હાથ ધરી હતી. જેની 35 જેટલી શાળાઓના ફાયર એનઓસી નહીં ધરાવતાં શિક્ષણ વિભાગ ચોકી ઉઠયું હતું. આખરે શિક્ષણ વિભાગે મકાન 9 મીટર કરતાં વધુ ઉંચાઇ અને 500 ચોરસ મીટર કરતાં વધુ ક્ષેત્રફળ ધરાવતાં તમામ શાળાઓને નોટીસ ફટકારી હતી. જેના ભાગરૂપે 10 જેટલા સંચાલકોએ ફાયર એનઓસી મેળવવા અરજી કરી હોવાનું આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના સૂત્રોએ જમાવ્યું હતું

ખાનગી શાળાની તગડી ફી છતાં સુરક્ષા ઉભી કરવામાં નિષ્ફળ આણંદ જિલ્લાની ખાનગી શાળાઓ વાર્ષિક 30 થી 50 હજાર જેટલી ફી વસુલે છે. તેમ છતાં સુરતના બનાવવા બાદ તમામ શાળાઓમાં ફાયર સેફટી સાધનો ગોઠવીને એનઓસી મેળવી લેવા જણાવ્યું હતું. પરંતુ 9 મીટર કરતાં વધુ ઉંચાઇ ધરાતવી 35 શાળાઓ આજદિન સુધી ફાયર એનઓસી ન લેતા તંત્ર ચોકીં ઉઠયું હતું. જેથી તાત્કાલિક ફાયર એનઓસી મેળવી લેવા જણાવ્યું છે તેમ છતાં શાળાઓ દ્વારા જુદા જુદા બહાન બતાવીને એનએસી મેળવતા નથી. આખરે તંત્રએ લાલ આંખ કરતાં 10 જેટલા સંચાલકોએ ફાયર એનઓસી મેળવવા અરજી કરી હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

Advertisement

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement