સરકારી કચેરીઓમાં ડસ્ટબિનથી શરૂઆત: કોર્પોરેશનો નગરજનોને સ્વચ્છતા માટે જોડાવા અપીલ કરી
આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં નિયમિત સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં દિવસ દરમિયાન અને રાત્રે પણ મહાનગરની સફાઈ કરવામાં આવે છે. આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ડોર ટુ ડોર કચરો પણ નિયમિત ઘર આંગણે કચરાની ગાડી આવીને કચરો લઈ જાય છે.
ત્યારે, હવે આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓ જિલ્લા પંચાયત ભવન, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, બોરસદ ચોકડી પાસે આવેલું જૂનું જિલ્લા સેવા સદન, અમૂલ ડેરી રોડ પર આવેલી આવકુડા ની કચેરી, તાલુકા પંચાયતની કચેરી ખાતે ભીનો અને સૂકો કચરો નાખવા માટે ડસ્ટબીન મૂકવામાં આવ્યા છે.
આમ, આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં સરકારી કચેરીઓ ખાતે પણ સ્વચ્છતા જળવાય, ગલી મોહલ્લામાં પણ સ્વચ્છતા જળવાય અને ડોર ટુ ડોર કચરો ઉઘરાવીને ઘરોમાં પણ સ્વચ્છતા જળવાય તે રીતની કામગીરી આણંદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. આ સ્વચ્છતા અભિયાનમાં આણંદ મહાનગરપાલિકા વિસ્તારના નગરજનો પણ સહભાગી બને તે માટે અપીલ કરવામાં આવી છે.