રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ નિવૃત્તિની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓપનર અને બે ફોર્મેટમાં કેપ્ટન રોહિતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. હિટમેન તરીકે જાણીતા રોહિતે બુધવાર, ૭ મેના રોજ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લાંબા ફોર્મેટના ક્રિકેટને અલવિદા કહ્યું હતું. રોહિતની નિવૃત્તિના સમાચાર એવા સમયે આવ્યા જ્યારે પસંદગી સમિતિએ તેમને ટેસ્ટ ટીમના કેપ્ટન પદ પરથી દૂર કરવાનો નિર્ણય લીધો હતો અને ઈંગ્લેન્ડ પ્રવાસ પર તેને ટીમમાં સ્થાન મળવાની કોઈ શક્યતા દેખાતી ન હતી. રોહિતે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ શેર કરી, જેમાં તેણે તેના ટેસ્ટ કેપ નંબર ૨૮૦ નો ફોટો પોસ્ટ કર્યો હતો. આ સાથે તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી. રોહિતે પોતાની પોસ્ટમાં લખ્યું, “હું તમને બધાને કહેવા માંગુ છું કે હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. સફેદ કપડા પહેરીને મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ખૂબ જ સન્માનની વાત રહી છે. આટલા વર્ષોથી તમારા પ્રેમ અને સમર્થન બદલ આભાર.” જોકે, ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન રોહિતે સ્પષ્ટ કર્યું કે તે હાલ માટે ર્ંડ્ઢૈં ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે. તેણે કહ્યું, “હું ર્ંડ્ઢૈં ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો રહીશ.” છેલ્લા કેટલાક મહિનાઓથી, ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માના ભવિષ્ય અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. ગયા વર્ષે રોહિતની કેપ્ટનશીપ હેઠળ ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે ટીમના ૦-૩થી ક્લીન સ્વીપ અને પછી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં હાર બાદ રોહિત માટે કેપ્ટન તરીકે ચાલુ રહેવું મુશ્કેલ લાગતું હતું.