કર્મચારીઓની હડતાળ: 102 આરોગ્ય કર્મચારીઓને નોટિસ ફટકારાઈ
આણંદ છેલ્લા ત્રણ વર્ષથી અનસુનિ થયેલી માંગણીઓને લઈ ફિક્સ પગારના આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતરતા, સરકાર દ્વારા તાત્કાલિક ફરજ પર હાજર થવા નોટિસ ફટકારવામાં આવી છે.
ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મીઓ છેલ્લા ઘણા સમયથી ટેક્નિકલ કેડરમાં સમાવેશ અને ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે. આ અંગે કોઈ કાર્યવાહી ન થતાં રાજ્યભરના 500થી વધુ આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. આણંદ જિલ્લામાં પણ 102 ફિક્સ પગાર કર્મચારીઓ હડતાળમાં જોડાતા આરોગ્ય સેવામાં વ્યાપક અસર પડી છે.
આ અંગે આરોગ્ય વિભાગે હડતાલ પર રહેલા તમામ કર્મચારીઓને નોટિસ પાઠવી છે અને તાત્કાલિક હાજર થવાનો આદેશ આપ્યો છે, નહિતર પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કર્મચારીઓએ રામધૂન બોલાવી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને તેમની માંગણીઓ તરત જ સ્વીકારવાની માંગ કરી છે.