વિદ્યાનગર રોડ પર ગટરલાઈન ફરી તૂટી: 10 દિવસમાં ત્રીજીવાર ભંગાણ
આણંદ વિદ્યાનગર રોડ પર ગટર લાઇન લીકેજ થતાં સમગ્ર વિસ્તારમાં અસહ્ય પ્રમાણ ગંદકી ફેલાય છે. ત્યારે તંત્રને રજૂઆત કરવા છતાં માત્ર ખોદકામ કરીને સંતોષ માની લેતા આક્રોશ જોવા મળી રહ્યો છે. ટુંક સમયમાં કામગીરી લીકેજ શોધીને મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી સમગ્ર વિસ્તારના રહીશોની માગ ઉઠી છે. છેલ્લા 10 દિવસ ત્રીજી વખત વિદ્યાનગર રોડ પર ગટરના પાણી ઉભરાતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આણંદ વિદ્યાનગર રોડ પર ગટર લાઇન લીકેજ નહીં મળતાં તંત્રની પોલ ખુલ્લી પડી ગઇ છે. ત્યારે ગટર લાઇનમાં અન્ય એક કોમ્પ્લેક્ષને જોડાણ આપતાં વારંવાર ગટર લાઇન ઉભરાઇ છે. જેના કારણે માર્ગ પર ગટરના ગંદા પાણી ફરી વળતાં હોવાથી અસહ્ય દુર્ગધ મારે છે. તેમજ ભારે દુર્ગધ ફેલાતી હોવાથી સ્થાનિક રહીશોને ત્રાહીમામ પોકારી ગયા છે. માર્ગ પર ગંદા પાણી ભરાઇ રહેતા લોકોને તેમાં પડીને અવરજવર કરવી પડે છે.5 દિવસ અગાઉ પણ વિદ્યાનગર રોડ પર ગટર પાણી લીકેજ થયા હતા. વારંવાર ગટરના પાણી લીકેજ થતાં હોવાથી નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ અંગે મનપા રજૂઆત કરતાં ટીમો આવે છે. રોડ પર આડેધડ ખોદકામ કરીને લીકેજ શોધવાનો પ્રયાસ કરે છે. જેના કારણે માર્ગ પર ખાડા પડી જાય છે.જેને લઇને વાહનચાલકોને અકસ્માત તવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે મનપા સેનેટરી વિભાગ દ્વારા તાત્કાલિક ગટર લીકેજ શોધી સમારકામ કરીને યોગ્ય પુરાણ કરીને પેચવર્ક કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.
દુકાનની આગળ ગંદા પાણી હોવાથી ધંધા પર અસર આણંદ વિદ્યાનગર રોડ પર રીલાયન્સ મોલની સામે કોમ્પ્લેક્ષ પાસે ગટર પાણી ઉભરાઇ રહ્યાં છે. જેના કારણે દુકાની આગળ ગંદા પાણી ભરાઇ રહેતા છે. જેના કારણે ગ્રાહકો ગંદા પાણી પડવાનું થતું હોવાથી ખરીદી કરવાનું ટાળે છે. જેથી ધંધામાં તેની સીધી અસર વર્તાઇ રહી છે.