સાંસદ મિતેષ પટેલે યુરોપ સ્થિત ગુજરાતી સમુદાય સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો
આણંદના સાંસદ મિતેષ પટેલે નોર્વે, જર્મની અને પેરિસમાં વસતા ગુજરાતી સમાજના નાગરિકો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી. આ બેઠકમાં ત્રણેય દેશોના ગુજરાતી નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાંસદ મિતેષ પટેલે બેઠકમાં ઓપરેશન સિંદૂર અંગે માહિતી આપી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સિદ્ધિઓની વિગતો રજૂ કરી હતી. છેલ્લા વર્ષોમાં ભારતની પ્રગતિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધેલી પ્રતિષ્ઠા વિશે માહિતી આપી હતી.

કાર્યક્રમમાં ભાજપ ગુજરાત કન્વીનર અને BJP ઓવરસીઝના દિગંત સોમપુરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદેશમાં વસતા ભારતીયોના યોગદાન અંગે વિચારો રજૂ કર્યા હતા. પ્રવાસી ભારતીયોએ ભારતના વિકાસ અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અંગે ગૌરવ વ્યક્ત કર્યું હતું. તેમણે યુરોપ-ભારત સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. બેઠકમાં NRI પ્રતિનિધિઓએ બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય સંબંધો મજબૂત કરવા માટેના સૂચનો પણ રજૂ કર્યા હતા.