આણંદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા ૫ મેના રોજ યોજાશે
આણંદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આગામી તા. ૫મેંને સોમવારે બપોરે ૨.૦૦ કલાકે યોજાશે.આ સભામાં એજન્ડાના ૧૯ અને અધ્યક્ષ સ્થાનેની રજૂ થનાર કામો હાથ પર લેવાશે જેમાં સને ૨૦૨૫-૨૬ માટે જિલ્લા પંચાયત સભ્યશ્રીની ગ્રાન્ટના વિકાસના કામો મંજૂર કરવા, સભ્યશ્રીની ગ્રાન્ટના વિકાસના કામો સ્પીલ ઓવર કરવા જિલ્લા પંચાયત સ્વ ભંડોળ (સ્ટેમ્પ ડ્યુટી)ના કામો સ્પીલ ઓવર કરવા કામોની સમય મર્યાદા વધારવા, જિલ્લા પંચાયત સ્વ ભંડોળ રેતી કંકર, ગ્રેવલ ના વિકાસના કામો મંજૂર કરવા, જિલ્લા પંચાયત સ્વ ભંડોળ પ્રમુખશ્રીની વિશેષ ગ્રાન્ટ વર્ષ ૨૦૨૫-૨૬ ના નવા કામો મંજૂર કરવા, વર્ષ ૨૦૨૪-૨૫ ના મંજૂર કરેલ કામો અને વર્ષ ૨૦૨૩-૨૪ માં સ્પીલ ઓવર કરેલ કામો પૈકી બાકી રહેલ કામોને રીવાઈઝ બજેટ જોગવાઈ કરી ફેરફાર સહ વર્ષ ૨૦૨૫-૨૬માં સ્પીલ ઓવર કરવાના કામ ઉપરાંત કામ નંબર ૧૭ માં આણંદ મહાનગર પાલિકાની હદ વિસ્તારમાં આવતા માર્ગ અને મકાન પંચાયત વિભાગ આણંદના હસ્તકના રસ્તાઓ આણંદ મહાનગર પાલિકાને સોપવાનું કામ હાથ ઉપર લેવાશે. જ્યારે માર્ગ અને મકાન (પંચાયાત) પેટા વિભાગ બોરસદ હસ્તકના રસ્તાઓ ચીફ ઓફિસર બોરસદ નગર પાલિકાને સોપવાનું તથા તારાપુર ખાતે રૂર્બન યોજનામાં સરકારની હાઈ પાવર કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ જથ્થા વધારાની કામગીરી તથા હાઉસીંગ કનેકશનની કામગીરી તારાપુર રૂર્બન યોજનાના ઈજારેદાર એન.પી.પટેલ દ્વારા પૂર્ણ કરવા થયેલ સુધારેલ વહીવટી મંજુરીને બહાલી આપવાનું કામ આજની સભામાં લેવાશે.