મલાતજ પંથકના માર્ગોની હાલત સુધરશે, 7.17 કરોડના ખર્ચે નવીનીકરણ
સોજિત્રા તાલુકાના મલાતજ, કાસોર, પીપળાવ અને ચાંગાને જોડતા માર્ગો જર્જરિત હાલતમા ફેરવાય ગયા હતા. જે બાબતે સ્થાનિકોએ ધારાસભ્યને રજુઆત કરી હતી. જેથી ધારાસભ્ય વિપુલ પટેલે મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના મંત્રીને રજુઆત કરતા ત્તાત્કાલિક માર્ગ માટે 7.17 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. જેથી ચારેય માર્ગોનું કામ હાથ ધરાતા 25,000 થી વધુ લોકોને અવરજવરમા રાહત રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર સોજિત્રા તાલુકાના મલાતજ,કાસોર,પીપળાવ અને ચાંગાના માર્ગોનું સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ દ્ધારા મોટા ગામોને જોડતા જુના અને પેટા માર્ગોના નવીનીકરણ ની આવશ્યકતા જણાતાં રજુઆત કરાઈ હતી.
રાજ્યમાં કરાયેલ દરખાસ્ત મંજુર થતાં જે મુખ્ય માર્ગોનું રીસરફેસીંગ કરાતાં 5 ગામોને જોડતા ગ્રામજનોના વાહનચાલકોને આવન-જાવન કરવામાં સરળીકરણ બન્યું છે. કાસોર-પીપળાવ રોડ 2 કિમી, કાસોર સેવારીયા રોડ 3 કિમી, કાસોર મહેળાવ 3.60 કિમી, કાસોર ઉમરાળા રોડ 3.30 કિમી મલાતજ ગામને જોડતો દેવા અને કાસોર સુધીનો મેઈન રોડ 7 કિમી, કાસોર પીપળાવ બોક્ષ ટાઈપ કલવર્ટ 3 કિમી રોડનું નવીનીકરણ 7 કરોડ 17 લાખના ખર્ચે નવીનીકરણ કરાતાં ગામના અગ્રણીઓ તથા કાર્યકરોએ ધારાસભ્યનો આભાર વ્યકત કર્યો હતો.