ભાવનગરના વાતાવરણમાં પલટો, ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ
ભાવનગરના વાતાવરણમાં આજે એકાએક પલટો આવ્યો હતો.. ધોમધખતી ગરમી અચાનક ઠંડકમાં પરિવર્તિત થઇ ગઇ હતી.. અચાનક વાદળો ધસી આવ્યા હતા અને ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. જે બાદ ધીમીધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો.વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી રાહત મળી હતી.જો કે આ વરસાદને કારણે ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ભીતી ઉભી થઇ છે.બધા જ સમાચાર અને અપડેટ્સ