ભારતે પાકિસ્તાનથી આયાત થતા માલ ટપાલ સેવા પર મૂકયો પ્રતિબંધ
ભારતે શનિવારે પાકિસ્તાનથી થતી સીધી અને પરોક્ષ આયાત પર પ્રતિબંધ મૂકયો છે. સરકારે આ નિર્ણય અંગે એક જાહેરનામું પણ બહાર પાડયું છે. આ સાથે, ભારતીય બંદરો પર પાકિસ્તાની જહાજોના આગમન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છોે. બંદરોની શિપિંગ મંત્રાલયે કહ્યું કે ભારતીય જહાજો પણ પાકિસ્તાની બંદરો પર જશે નહી.
સરકારના આ નિર્ણયો વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું કે આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે. પીએમ મોદીએ શનિવારે હૈદરાબાદ હાઉસ ખાતે અંગોલાના રાષ્ટ્રપતિ લોરેન્કો સાથેની મુલાકાત દરમિયાન આ વાત કહી.
જમ્મુ-કાશ્મીર પોલીસે પહેલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હૂમલાના સંબંધમાં ડફઅ (જાહેર સલામતી અધિનિયમ)હેઠળ ૭૫ લોકોની ધરપકડ કરી છે. આ વાતની પુષ્ટિ આઇજી વી.કે. બિરદી દ્વારા કરવામાં આવી હતી. પીએસએ હેઠળ, આરોપીને બે વર્ષ સુધી જેલમાં રાખી શકાય છે. એનઆઇએએ બૈસરન ખીણમાં થયેલા આતંકી હૂમલાની તપાસનો વ્યાપ પહેલા કરતા વધુ વિસ્તાર્યો છે. સર્ચ ઓપરેશન દક્ષિણ કાશ્મીરથી આગળ જમ્મુના ચેનાબ અને પીર પંજાબ રેન્જ સુધી લંબાવવામાં આવ્યું છે.
આમાં પૂંછ અને રાજૌરી વિસ્તારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દેશમાં, મધ્યપ્રદેશના જબલપુર અને મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ઓર્ડનન્સ ફેકટરીઓમાં કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. મેનેજેમન્ટે કર્મચારીઓને કહ્યું કે આ મુશ્કેલ સમય છે અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કામ બંધ ન કરવું જોઇએ. બીજી તરફ ભારત સરકારે તાત્કાલિક અસરથી પાકિસ્તાનથી સીધા અથવા કોઈપણ રીતે આવતા તમામ પ્રકારના માલની આયાત પર પ્રતિબંધ મૂકયો છે. વાણિજય મંત્રાલય દ્વારા બીજી મેના રોજ જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર, આ નિર્ણયને વિદેશી વેપાર નીતિ- એફટીપી ૨૦૨૩માં સુધારો કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધ હેઠળ, હવે પાકિસ્તાનથી આવતા કોઈપણ ઉત્પાદનની આયાત પર સંૂપર્ણ પ્રતિબંધ રહેશે, પછી ભલે તે સીધી આયાત હોય કે પરોક્ષ રીતે ત્રીજા દેશ દ્વારા, આ પ્રતિબંધ ૨૦૨૩ની વિદેશ વેપાર નીતિમાં નવી જોગવાઈ તરીકે ઉમરેવામાં આવ્યો છે.
પાકિસ્તાનથી આવતી તમામ પોસ્ટલ અને પાર્સલ સેવાઓ બંધ
ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સાથેની તમામ ટપાલ સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે. બંને દેશો વચ્ચે વધતા ણાવ અને પાકિસ્તાનની સતત ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ટપાલ વિભાગે પુષ્ટિ આપી છે કે હવે પાકિસ્તાનમાં કોઈ પત્ર, પાર્સલ કે રજિસ્ટર્ડ પોસ્ટ મોકલવામાં આવશે નહી અને ભારતમાં પાકિસ્તાનથી કોઈપણ ટપાલ સેવા સ્વીકારવામાં આવશે નહી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા કારણો અને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતીય બંદરો પર પાકિસ્તાની જહાજોને ‘નો એન્ટ્રી’
ભારત સરકારે દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કડક આદેશ જારી કર્યો છે. હવે, પાકિસ્તાની ઝંડો લહેરાવતું કોઈપણ જહાજ ભારતના કોઈપણ બંદર પર આવી શકશે નહી. તેવી જ રીતે, ભારતીય જહાજો પણ પાકિસ્તાની બંદરો પર જશે નહી. આ નિર્ણય મર્ચન્ટ શિપિંગ એકટ, ૧૯૫૮ હેઠળ લેવામાં આવ્યો છે. આ નિયમ તાત્કાલિક અમલમાં આવ્યો છે અને આગામી આદેશો સુધી ચાલુ રહેશે. જો કોઈ ચોક્કસ કેસમાં છૂટછાટની જરૂર હોય, તો તેને અલગથી ધ્યાનમાં લેવામાં આવશે.
‘આતંકીઓના મદદગારોને છોડીશું નહીં, કડક નિર્ણય લેવાશે’ : પીએમ મોદી
પહેલગામ આતંકવાદી હૂમલા પર ભારતનું વલણ શરૂઆતથી જ કડક રહ્યું છે.શનિવારે, પીએમ મોદીએ ફરી એકવાર આ પ્રત્યેની તેમની પ્રતિબદ્ઘતા દર્શાવી હતી. તેમણે કહ્યું કે અમે કોઈપણ કિંમતે આતંકવાદીઓને મદદ કરનારાઓને છોડીશું નહી. આવા લોકો સામે કડક અને નિર્ણાયકકાર્યવાહી કરવામાં આવશે. પીએમ મોદીએ શનિવારે હૈદરાબાદ હાઉસ ખાતે અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોનકાલ્વેશ લોરેન્કાને મળ્યા દરમિયાન આ કહ્યું હતું
.સેનાને દુશ્મનના ડ્રોન, જેટને તોડી પાડવા ખભાથી ચાલતી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ મળશે
ભારતીય સેનાએ દુશ્મના ડ્રોન, હેલિકોપ્ટર અને ફાઈટર જેટને તોડી પાડવા માટે ખભા પર ચાલતી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમો મેક ઈન ઈન્ડિયા હેઠળ ખરીદવામાં આવશે. આર્મીએ આ સિસ્ટમ માટે ટેન્ડર બહાર પાડયું છે. જેમાં ૪૮ લોન્ચર, ૮૫ મિસાઈલ અને જરૂરી સંબંધિત સાધનોનો સમાવેશ થાય છે. તેનો ઉપયોગ ખૂબ જ ટૂંકા અંતરે ઉડતા દુશ્મન વિમાનો, હેલિકોપ્ટર અને ડ્રોનને નિશાન બનાવવા અને તેેમને હવામાં જ નષ્ટ કરવા માટે કરવામાં આવશે.
પાકિસ્તાની મીડિયા ભારતીય સૈન્ય અધિકારીઓ વિશે ખોટા સમાચાર ફેલાવી રહ્યું છે
પહેલગામ હૂમલા પછી ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મીડિયા અને સોશિયલ મીડિયામાં ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓ વિશે ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું ક જનરલ ડીએસ રાણાને હટાવીને અંદમાન મોકલવામાં આવ્યા હતા, જયારે સત્ય એ છે કે તેમને બઢતી આપવામાં આવી છે. તેવી જ રીતે જનરલ સુચિન્દ્ર કુમાર અને એર માર્શલ એસપી ધારકર વિશે ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા હતા. તેમ છતાં બંને સમયસર સન્માન સાથે નિવૃત્ત થયા હતા. સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે આ બધી અફવાઓ છે અને દેશની સેના સંપૂર્ણપણે તૈયાર અને મજબૂત છે.