CBSE ધોરણ 10 અને 12 પરિણામ 2025: મેના બીજા સપ્તાહમાં શક્યતા, સત્તાવાર પુષ્ટિ બાકી
દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ CBSE 10મા અને 12મા બોર્ડના રિઝલ્ટની આતુરતાથી રાહ જુએ છે. એવામાં સોશિયલ મીડિયા પર એક વાયરલ નોટિસે વિદ્યાર્થીઓ અને વાલીઓની બેચેની વધુ વધારી દીધી. આ નોટિસમાં દાવો કરવામાં આવ્યો કે ધોરણ 10નું રિઝલ્ટ 6 મેના રોજ જાહેર કરવામાં આવશે. આ નોટિસ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે ઘણા લોકો તેને સાચી માનતા ગયા. પરંતુ હવે CBSEએ પોતે ખુલાસો કરીને આ નોટિસને ફેક ગણાવી છે અને વિદ્યાર્થીઓને અફવાઓથી દૂર રહેવાની સલાહ આપી છે.
પાછલા વર્ષોની જેમ, આ વર્ષે પણ રિઝલ્ટ મે મહિનાના બીજા અઠવાડિયામાં આવવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે, પરંતુ બોર્ડ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. લાખો વિદ્યાર્થીઓની નજર હવે ફક્ત CBSE વેબસાઇટ અને સત્તાવાર જાહેરાત પર ટકેલી છે.
CBSE એ તેના સત્તાવાર હેન્ડલ ‘X’ પર લખ્યું – “2 મે 2025 ના રોજનો પત્ર જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે ફેક છે. આ પત્ર CBSE દ્વારા જારી કરવામાં આવ્યો નથી. ધોરણ 10 અને 12 ના રિઝલ્ટ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.”જોકે બોર્ડે હજુ સુધી રિઝલ્ટની તારીખની પુષ્ટિ કરી નથી, પરંતુ પાછલા વર્ષોના ટ્રેન્ડને જોતાં, રિઝલ્ટ મે મહિનાના બીજા અઠવાડિયામાં આવવાની શક્યતા છે.
2024 માં 13 મે અને 2023 માં 12 મે ના રોજ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા હતા.આટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષાઆ વર્ષે, એટલે કે, 2024-25 સત્રમાં, લગભગ 42 લાખ વિદ્યાર્થીઓએ CBSE બોર્ડની પરીક્ષા આપી છે. તેમાંથી 24.12 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10 ના અને 17.88 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12 ના હતા.
રિઝલ્ટ ક્યાં અને કેવી રીતે જોવું?વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે ફક્ત સત્તાવાર વેબસાઇટ્સ – cbse.gov.in, cbseresults.nic.in અને results.cbse.nic.in પર જ અપડેટ્સ ચેક કરે.