Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

રાજકોટમાં છાશ પીધા બાદ 25થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગ, એક ICUમાં

રાજકોટમાં છાશ પીધા બાદ 25થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગ, એક ICUમાં

ગુજરાતમાં હાલ ગરમી પ્રકોપ વધી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર કરી ગયો છે. ત્યારે લોકો ગરમી લીંબુ શરબત, શેરડી અને છાશનું સેવન કરતા હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં ગુરૂવારે મોડી રાત્રે છાશ પીધા 25થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના ભવાની નગર વિસ્તારમાં સામાજિક સંસ્થા દ્વારા બાળકોને છાશ આપ્યા બાદ ઉલટીઓ થવા લાગી હતી. ત્યારબાદ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એક બાળકની હાલત ગંભીર હોવાથી  તેને ICUમાં ખસેડવામાં આવ્યો છે. 

મળતી માહિતી અનુસાર રાજકોટના ભવાનીનગર વિસ્તારમાં ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરવામાં આવી રહી હતી. જ્યારે આ વિસ્તારના બાળકોને છાશ પીધા બાદ ઉલટીઓ થતાં સ્થાનિકો ગભરાઇ ગયા હતા. છાશ પીધા બાદ 25થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તાત્કાલિક સારવાર મળતાં મોટાભાગના બાળકોની હાલત સ્થિત છે, જ્યારે જયરાજ હિતેષભાઇ જાડા નામના એક બાળકની હાલત ગંભીર હોવાથી ICUમાં દાખલ છે. 

લૂ અથવા હીટ સ્ટ્રોકથી બચવાના ઉપાય

Advertisement

* પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી, લીંબુ શરબત, છાશ, તાડફળી, નારીયેળનું પાણી, ખાંડમીઠાનું દ્રાવણ અને ORS જેવા પ્રવાહીનું સેવન કરવું

* નાગરીકોએ વધુ પડતો શ્રમ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું પણ ટાળવું 

* ભરબપોરે કામ પર જતાં સમયે થોડો સમય છાંયડામાં આરામ કરવો 

* ઠંડક માટે માથા પર ઠંડુ ભીનું કપડું રાખવું અને શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં.

* ઉપવાસ કરવાનું ટાળવું 

* મંદિર, મસ્જિદ, થિયેટર, શોપીંગ મોલ જેવા ઠંડક વાળા સ્થળોએ જવું 

* ઘર, ઑફિસ અથવા અન્ય કામ કરતી જગ્યાએ પંખા, કુલર તેમજ ACનો ઉપયોગ કરવો.

* સગર્ભા માતા, નાના બાળકો, વૃદ્ધો તેમજ અશક્ત અને બીમાર વ્યકિતઓનું ખાસ ધ્યાન રાખવું.

* હીટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું

* બહાર નીકળતા સમયે આખું શરીર અને માથું ઢંકાય તેવા સફેદ-સુતરાઉ અને ખુલ્લા કપડાં પહેરવા

* બહાર નીકળતી વખતે ટોપી, ચશ્માં અને છત્રીનો ઉપયોગ કરવો

* હીટવેવની આગાહીના દિવસોમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું.

* બાળકો માટે કેસુડાનાં ફુલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો.

* બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહીં, બજારમાં મળતાં બરફનો ઉપયોગ પણ ટાળવો

* લગ્ન પ્રસંગે દૂધ-માવાની બનાવેલી વાનગીઓ ખાવી નહીં.

* ચા – કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું.

* ઘરની છત પર સફેદ રંગ, સફેદ ચૂનો અથવા સફેદ ટાઇલ્સ લગાવવી, જે ઘરનું તાપમાન ઘટાડશે.

લૂ લાગવાના (હીટવેવના) લક્ષણો

* માથું દુ:ખવું, પગની પીંડીઓમાં દુઃખાવો થવો

* શરીરનું તાપમાન વધી જવું

* ખૂબ તરસ લાગવી

* શરીરમાંથી પાણી ઓછું થઈ જવું

* વધુ તાવ આવવો 

* ગરમ અને સૂકી ત્વચા 

* નાડીના ધબકારા વધવા

* ઉલ્ટી થવી, ઉબકા આવવા

* ચકકર આવવા, આંખે અંધારા આવવા

* બેભાન થઈ જવું

* સૂધબૂધ ગુમાવી દેવી

* અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી 

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement