જયપુર: રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે. સીકરના ખંડેલા વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જ્યારે ઝુંઝુનૂના નવલગઢમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. હવામાન વિભાગે જયપુર અને દૌસામાં આંધી સાથે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત ભરતપુર, ડીગ, કરૌલી અને ધૌલપુર જિલ્લામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.
રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો, વરસાદથી ગરમીમાં રાહત