Advertisement

આણંદ જિલ્લામાં પોલીસ વિભાગમાં મોટા પાયે બદલીનો આદેશ

આણંદ જિલ્લામાં પોલીસ વિભાગમાં મોટા પાયે બદલીનો આદેશ


જિલ્લા પોલીસ વડાએ 170 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરી


આણંદ : આણંદ જિલ્લા પોલીસ વિભાગમાં વહીવટી કામગીરીને વધુ અસરકારક અને સુવ્યવસ્થિત બનાવવા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એકસાથે અંદાજે 170 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. તા. 27 મે 2026ના રોજ જાહેર કરાયેલા આ બદલી આદેશમાં UASI, UHC, UPC, APC, DrPC સહિતના વિવિધ કેડરના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.


બદલીના આદેશ અનુસાર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન, હેડક્વાર્ટર, ટ્રાફિક શાખા, મહિલા પોલીસ સ્ટેશન, LCB, SOG, AHTU સહિતની શાખાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને નવી જગ્યાએ મુકવામાં આવ્યા છે. પોલીસ વિભાગમાં લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની બદલીઓ થવાથી વહીવટી ગતિમાં વધારો થશે અને કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી ચર્ચા ચાલી રહી છે.


જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તમામ બદલીગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવા સૂચના આપવામાં આવી છે. આ આંતરિક બદલીઓનો આદેશ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી, આણંદ તરફથી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો હતો. 

Advertisement